વિજાપુર રેલ્વે ફાટક 44 મહેસાણા હાઇવે રોડ ઉપર માટી ભરેલા ટર્બો એકટીવા ચાલક ઉપર ફરી વળતા એકટીવા ચાલકનુ સ્થળ ઉપર મોત
આઈવા ટર્બોના ચાલક સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર રેલ્વે ફાટક 44 મહેસાણા હાઈવે રોડ ઉપર માટી ભરેલું ટર્બો એકટીવા ચાલક ને હડફેટે લેતા તેનુ સ્થળ ઉપર મોત નીપજ્યું હતુ.અને ટર્બો સીધું બાજુમાં આવેલ લારી ગલ્લા સાથે અથડાઈ હતી. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આર્શીવાદ સોસાયટી માં રહેતા પરેશભાઈ રતિલાલ પંચાલ કે જેઓ મોટર સાયકલ રીપેરીંગનું કામ કરી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવતા હતા. તેઓ કોઈ કામસર મહેસાણા હાઈવે તરફ એકટીવા લઈ નીકળ્યા હતા. તે સમયે રેલ્વે ફાટક 44 પાસેથી પસાર થતા હતા. તે સમયે માટી ભરી આવી રહેલ આઈવા ટર્બોએ ટક્કર મારી હડફેટે લેતા એકટીવા ઉપરથી પડી જતા આઈવા તેઓની ઉપર ફરી વળતા મોત નીપજાવી આઈવા ટર્બો ને સ્થળ મૂકી સ્થળ છોડી ચાલ્યા ગયા હતા. ગમખ્વાર અકસ્માત ના બનાવ ને પગલે લોકોના ટોળા ભેગા થયા હતા. બનાવની જાણ પોલીસ ને કરતા પોલીસે સ્થળ ઉપર આવી પંચનામું કરી મૃતક ની લાશને પીએમ માટે રેફરલ હોસ્પિટલમાં મોકલી આપી હતી.પોલીસે મૃતક ના ભાઈ જીતેન્દ્રભાઈ રતીલાલ પંચાલ ની ફરીયાદ લઇ સ્થળ ઉપર ઉભેલ આઈવા ટર્બો નમ્બર જીજે 01 સી.વાય.1699 ના અજાણ્યા ચાલક સામે અકસ્માત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.





