
તા.૨૪/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ શહેર પોલીસની વેબસાઈટ cprajkot.gujarat.gov.in માં મુકેલા લિસ્ટ મુજબના વાહનો ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે કબજે કરીને રાખવામાં આવ્યા છે. આ વાહનમાલિકોની શોધખોળ છતાં મળી આવતા નથી. ઉપરાંત આ વાહનમાલિકોએ આજ દિવસ સુધી પોતાના વાહનો છોડાવવાની દરકાર પણ લીધી નથી તેમજ રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો નથી.

આથી આ વાહનમાલિકોને જાહેર નોટિસથી જણાવવામાં આવે છે કે, તેઓએ પોતાનું વાહન કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને સાત દિવસમાં રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાંથી છોડાવી લેવાનું રહેશે, અન્યથા આ વાહનોની જાહેર હરરાજી કરીને વેચાણ કરીને તેના નાણાં સરકારશ્રીમાં જમા કરવામાં આવશે. ત્યાર બાદ વાહન માલિકોનો આ વાહનો પર કોઈ હક્ક રહેશે નહીં, જેની નોંધ લેવા તથા આ અંગેની વધુ વધુ વિગતો માટે મો.નંબર – ૬૩૫૯૬ ૨૯૮૭૨ તેમજ ફોન નંબર – ૦૨૮૧ ૨૩૯૧૦૫૮ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.








