
Halvad:હળવદ તાલુકાના સુંદરીભવાની ગામ પાસે ખનીજચોરી ઝડપાઈ
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
હળવદ તાલુકાના સુંદરીભવાની ગામમાં બેફામ ખનીજચોરીની ફરિયાદો વચ્ચે ખાણ ખનીજ તંત્રએ રેડ કરી હતી જ્યાં ખનીજ ચોરી કરતા મશીન અને બે ડમ્પર સહીત એક કરોડની કિમતનો મુદામાલ સીઝ કરી તંત્રએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ સુંદરીભવાની ગામમાં ગેરકાયદે ખનીજ ખનન કરાતું હોવાની માહિતી મળતા મોરબી ખાણ ખનીજ વિભાગ નાં ભુસ્તરશાસ્ત્રી જે એસ વાઢેર ની સુચના મુજબ ખાણ ખનીજ વિભાગ નાં રાહુલ મહેશ્વરી રવી કણસાગરા સહિત ની ટીમે રેડ કરી હતી જ્યાં ગેરકાયદે ખનીજ ખોદકામ ચાલી રહ્યું હતું જેને પગલે ટીમે સ્થળ પરથી એક્સકેવેટર મશીન અને બે ડમ્પર સહિતનો મુદામાલ સીઝ કર્યો હતો જે સીઝ કરેલ વાહનો હળવદ પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યા છે અને ખનીજ વિભાગની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]