DEVBHOOMI DWARKADWARKAKHAMBHALIYA
દેવભૂમિ દ્વારકા જીલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ

પ્રવેશ મેળવવા માટે http://itiadmission. gujarat.gov.in વેબસાઇટ પર જઇ તા. ૧૩-૦૬-૨૦૨૪ સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે
***
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ – જામ ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર અને દ્વારકાની સંસ્થા ખાતે ચાલતા વિવિધ પ્રકારનાં ટ્રેડ જેમકે ઈલેક્ટ્રીશયન, વાયરમેન, COPA, વેલ્ડર, આર્મેચર મોટર રીવાઇન્ડીંગ, સુઈંગ ટેકનોલોજી, CHNM, મિકેનિક ડીઝલ, ડેસ્કટોપ પબ્લીશીંગ, ફીટર, ટર્નર, AOCP, HSI વગેરેમાં એડમિશનની પ્રક્રિયા શરૂ થયેલી છે.
એડમીશન સત્ર-૨૦૨૪માં પ્રવેશ મેળવવા માટે http://itiadmission. gujarat.gov.in વેબસાઇટ પર જઇ તા. ૧૩.૦૬.૨૦૨૪ સુધીમાં પ્રથમ રાઉન્ડ માટે પ્રવેશફોર્મ ઓનલાઇન ભરવાનું રહેશે. ઉમેદવારે તેઓની પસંદગીની એક કરતા વધારે સંસ્થાઓ માટે ફક્ત એક જ ઓનલાઈન પ્રવેશફોર્મ ભરવાનુ રહેશે. એડમીશન ૨૦૨૪ માટેની માહિતી પુસ્તિકા ઉપરોક્ત વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે. પ્રવેશફોર્મ આઈ.ટી.આઈ. ખાતે વિના મુલ્યે ભરી આપવામાં આવશે. ઉમેદવારે ફક્ત રજીસ્ટ્રેશન ફી રૂ ૫૦/- ઓનલાઈન ભરવાની રહેશે. વધુ માહિતી માટે પ્રવેશ ઇચ્છુક ઉમેદવારોએ જે-તે આઇ.ટી.આઇ. નો રૂબરૂ સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]




