SAYLA

સાયલા તાલુકા નાં અનેક ગામોમાં પીવાના પાણી બાબતે મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું.

સુરેન્દ્રનગર જીલ્લા નાં સાયલા તાલુકા નાં અનેક ગામોમાં પાણી ની સખત અછત ઊભી થઈ છે જ્યારે સાયલા શહેર તથા વડીયા, કેરાળા,ઢીકવાળી , નાના હરણીયા, શેખડોદ,જેવા અનેક ગામોમાં પીવાના પાણી ૧૫થી ૨૦ દિવસે મળે છે એમાં પાણી ને લીધે લોકો ને ભારે હાલાકી ભોગવવી પડે છે જેમાં લોકોની માંગ છે કે સૌની યોજના મારફત ડેમો અને તળાવો ભરવામાં આવે જેથી લોકોને પાણી પુરતુ મળી રહે તેમજ પશુઓ સચવાઈ રહે. આ સમસ્યા દૂર થાય તેનાં અનુસંધાને આમ આદમી પાર્ટીના કાર્યકરો રમેશભાઈ મેર, મયુરભાઈ સાકરીયા,દેવકરણભાઈ તેમજ આસપાસના ગામોના લોકો એકઠા થઇ સાયલા મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા

[wptube id="1252022"]
Back to top button