MORBI:મોરબી સીરામીક ક્લસ્ટરની છ ફેક્ટરીમાં DGGI ટીમ ત્રાટકતા :સિરામિક ઉદ્યોગકારોમાં ફફડાટ
MORBI:મોરબી સીરામીક ક્લસ્ટરની છ ફેક્ટરીમાં DGGI ટીમ ત્રાટકતા :સિરામિક ઉદ્યોગકારોમાં ફફડાટ
મોરબીમાં એકીસાથે ૬ સિરામીક એકમો લેમોરેક્ષ ગ્રેનીટો, લોવેલ સિરામિક, લિયોના સિરામિક, મોન્ઝો સિરામિક સહિતની ફેકટરીઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું

રાજકોટ તથા અમદવાદ તથા મોરબીમાં એકસાથે ૬ સિરામિકના વીટ્રીફાઈડ યુનિટ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને તમામ યુનિટોમાં ડોકયુમેન્ટની ચકાસણી, ટ્રાન્સપોર્ટની બીલ્ટી, ખરીદ-વેચાણના વ્યવહારો, નાણાકીય વ્યવહાર, આંગડીયાથી કરવામા આવેલ વ્યવહાર એકાએક જ ડીજીજીઆઇએ ઓપરેશન હાથ ધરતા સિરામિક કસ્ટરમાં ચહલપહલ વધી જવા પામી છે અને કંઈ ફેકટરીઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે તેની વિગતો મેળવવા માટે ફોન ધણધણવા મંડયા હતા. રાજકોટ અને અમદાવાદ ડીજીજીઆઈની ટીમે હાથ ઘરેલા સર્ચ ઓપરેશન દરમ્યાન કુલ ૬ વીટ્રીફાઈડ પુનિટો પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે તેમાં લેમોરેક્ષ ગ્રેનિટો, લુટોનહ ટાઈલ્સ, લોવેલ સિરામીક, લીયોના સિરામિક, ક્વિટા સિરામિક અને મોન્ઝો સિરામિકનો સમાવેશ થાય છે. ડીજીજીઆઈની ટીમ દ્વારા એક હજાર કરોડના બોગસ બિલિંગ કૌભાંડના પગલે રાજકોટ-અમદાવાદના 50થી વધુ અધિકારીઓના કાફલાનું સર્ચ ઓપરેશન, સિરામિક ઉદ્યોગકારોમાં ફફડાટ








