MORBI:મોરબી ગ્રાહકની મરજી હોય તો જ સ્માર્ટ મીટર લગાવવા જોઈએ: ઉર્જા મંત્રીને રજૂઆત
MORBI:મોરબી ગ્રાહકની મરજી હોય તો જ સ્માર્ટ મીટર લગાવવા જોઈએ: ઉર્જા મંત્રીને રજૂઆત
મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ઊર્જા મંત્રીને લેખિત રજૂઆત કરીને ગ્રાહકની મરજી હોય તો જ સ્માર્ટ મીટર લગાવવા જોઈએ તેમ જણાવ્યું છે.

મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે ઊર્જા મંત્રીને જણાવ્યું છે કે, ગ્રાહકોનો મત છે કે સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવે છે. તેથી જો ગ્રાહકોને અસંતોષ હોય તો શા માટે સ્માર્ટ મીટર મૂકવાનો આગ્રહ રાખવો જોઈએ ? કોઈપણ યોજના પ્રજાને અનુકુળ ન હોય તો ફરજિયાત સ્વીકારવાનો આગ્રહ ના કરવો જોઈએ. સ્માર્ટ મીટર લગાવવા માટે પ્રથમ પ્રજા સાથે પરામર્શ અને સેમિનાર યોજીને સરકારી યોજનાને સફળ બનાવવા પ્રયત્ન હાથ ધરવા જોઈએ. ગ્રાહકની ઈચ્છા હોયત જ સ્માર્ટ મીટર મૂકવું જોઈએ. કોઈપણ યોજના ગ્રાહકો પર જોર જુલ્મી કરી ઠોકી બેસાડાય નહીં. તેથી આ બાબતે યોગ્ય કરવા ઊર્જા મંત્રીને જણાવાયું છે.








