
MORBI:મોરબીની અવની ચોકડી નજીક છોટાહાથી હડફેટે સાયકલ સવાર નું મોત
મોરબીના અવની ચોકડી પાસે આવેલ મહાલક્ષ્મી એપાર્ટમેન્ટની પાર્કિંગની રૂમમાં રહેતા કેશવસીંગ ગોમરસીંગ નેપાળી ગત.તા.૨૧/૦૫ ના રોજ બપોરના સુમારે સાયકલ લઈને મોરબીના ઉમિયા સર્કલથી અવની ચોકડી તરફ આવતો હોય તે દરમિયાન સફેદ કલરનું છોટાહાથી રજી.જીજે-૩૬-વી-૨૬૧૧ ના ચાલકે સાયકલ સવાર કેશવસીંગને હડફેટે લેતા તેને માથામાં અને વાસાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેને પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલ સારવારમાં લઇ જવાતા જ્યાંથી વધુ સારવારમાં રાજકોટ રીફર કરવામાં આવતા જ્યાં ટૂંકી સારવારમાં કેશવસીંગનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે સમગ્ર અકસ્માતના બનાવમાં મૃત્યુ અંગે મૃતકના પિતરાઈ ભાઈ રમણસિંહ હરીસિંહ નેપાળી ઉવ.૨૪ ધંધો-વોચમેન દ્વારા અત્રેના એ ડિવિઝન પોલીસ મથકમાં છોટાહાથીનાં ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.