
વિજાપુર જેપુર ગામે ડેન્ગ્યુ રોગ ની જન જાગૃતિ અંતર્ગત રાત્રી સભા યોજાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા હેલ્થ વિભાગ અને જિલ્લા મેલેરિયા શાખા મહેસાણા વિભાગ દ્વારા ડો ચેતન પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફલૂ ના જેપુર ગામે ડેન્ગ્યુ રોગના ચિહનો.લક્ષણો..અટકાયત અને સારવાર ના માહિતી આપવા બાબતે રાત્રી સભા યોજાઈ હતી..આ સભામાં જેપુર સબ સેન્ટર આરોગ્ય કર્મચારી આર કે પ્રજાપતિ દ્વારા માહીતી આપતા જણાવ્યું હતુંકે ડેન્ગ્યુ રોગ એડીસ ઇજિપ્ત માદા મચ્છર કરડવાથી થાય છે તેમજ આ મચ્છર દિવસ દરમ્યાન કરડે છે..અને આ મચ્છર ચોખ્ખા પાણી માં ઈંડા મૂકે છે તેમાં થી પોરા તૈયાર થાય છે..અને ૧૦ થી ૧૨ દિવસ માં મચ્છર તૈયાર થાય છે..૧ ડેન્ગ્યુ નો ચેપી મચ્છર ૧૦૦ ડેન્ગ્યુ ના કેસ નો ફેલાવો કરે છે..દર રવિવારે ૧૦ મિનિટ ફાળવી ધર ના પાણી ભરવાના પાત્રો..તેમજ હોજ .પક્ષિકુંજ..ફ્રીઝ ની ટ્રે..કૂલર ની નકામા ટાયર ભંગાર ની ચકાસણી કરવી.અને પાણી ના પાત્રો ની સફાઈ કરવી..મચ્છર થી બચવા .આખી બાય ના કપડા પહેરવા જોઈએ..લીમડા નો ધુમાડો કરવો જોઈએ..સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે ધર ના બારી બારણાં બંધ રાખવા જોઈએ તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ..કાર્યક્રમમાં ગ્રામજનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.





