HEALTH

સીડી ચડવાથી નહીં રહે હાર્ટ એટેકનો ખતરો

હાલમાં દરેક લોકો સીડીઓની જગ્યાએ લિફ્ટનો ઉપયોગ કરતાં થઈ ગયા છે. પરંતુ આપણી જીવનશૈલી અને આહારમાં કેટલાક મહત્ત્વપૂર્ણ ફેરફારો કરીને આવનારો સમય તંદુરસ્ત રીતે પસાર કરી શકીએ છીએ. કારણે કે શરીરને કેટલોક શ્રમ આપવો જરુરી છે. જો તેમ કરવામાં ન આવે તો હૃદયરોગ, ડાયાબિટીસ, સાંધાનો દુખાવો કે કેન્સર જેવી બીમારીઓ આવી શકે છે. આ ઉપરાંત નિયમિત શારીરિક પ્રવૃતિ કરવામાં ન આવે તો ધીમે ધીમે સ્થૂળતા આવે છે અને તેના કારણે ઘણા રોગોનું જોખમ વધી શકે છે. જેમા રોજ સીડીઓ ચડવા જેવી સામાન્ય શારીરિક પ્રવૃત્તિ પણ તમને આમાં ઘણી મદદ કરી શકે છે. કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્યને સુધારવા માટે, તમારે તમારા દિનચર્યામાં આ પ્રકારની કેટલીક સામાન્ય શારીરિક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવો જોઈએ.

સીડી ચડવું એ શારીરિક પ્રવૃત્તિનો એક ભાગ છે. શરીરના હલન-ચલન માટે આ ખૂબ જ સરળ અને અસરકારક રીત છે. આજકાલ મોટાભાગના લોકો લિફ્ટ અને એસ્કેલેટરનો ઉપયોગ કરે છે, જેના કારણે તેમની સામાન્ય શારીરિક પ્રવૃત્તિ બિલકુલ બંધ થઈ ગઈ છે. નિષ્ણાતોનો કહેવા પ્રમાણે જો નિયમિત રીતે સીડીઓ ચઢવામાં આવે તો વૃદ્ધત્વ સાથે આવતી સમસ્યાઓ જેમ કે સ્નાયુઓ નબળાઈ અને શારીરિક નબળાઇ સરળતાથી દૂર થઈ શકે છે. સીડી ચડવાની એક્ટિવિટી તમને શારીરિક રીતે એક્ટિવ રાખવાનું કામ કરે છે, સાથે સાથે જો તમારુ વજન વધારે હોય તો વજન ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થશે.

સીડી ચડવાથી થતાં ફાયદા

  • હાર્ટ એટેકનું જોખમ ઘટે છે.
  • ઝડપી વજન ઘટાડવામાં મદદ કરે છે.
  • બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
  • સીડી ચડવાથી કેલેરી ઝડપથી બળી જાય છે.
  • સીડી ચડવાથી હાંડકા મજબૂત થાય છે અને ઓસ્ટિયોપોરોસિસનું જોખમ ઓછું થાય છે.
  • સીડી ચડવાથી શરીરના નીચેના સ્નાયુ જૂથો જેમ કે ગ્લુટ્સ, ક્વાડ્સ અને હેમસ્ટ્રિંગને ટોન કરે છે.
  • સીડી ચડવાથી મેટાબોલિક સ્વાસ્થ્ય સુધરે છે, જેનો અર્થ થાય છે કે હૃદય રોગનું જોખમ ઓછું થાય છે. તમારી કાર્ડિયોરેસ્પિરેટરી સિસ્ટમ પર કામ કરે છે અને તેને લવચીક બનાવે છે.

સીડી ચડવાથી ઘણા રોગોનું જોખમ ઓછું થાય છે. જો કે કેટલી ઝડપથી ચઢવું અને કેટલી સીડીઓ ચડવી, તે વ્યક્તિની ઉંમર, સ્થિતિ, સ્વાસ્થ્ય પર આધાર રાખે છે.

Men in blue shirt having chest pain – heart attack – heartbeat line

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button