
MORBI: મોરબીના બેલા નજીક દારૂ-બિયર જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

મોરબી તાલુકા પોલીસને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન જવાના કાચા રસ્તેથી એક સફેદ કલરની ક્રેટા કાર રજી.નં. GJ-07-DA-0050 વાળીમાં ઇગ્લીશ દારૂ ભરી ખોખરા હનુમાન તરફથી માળીયા-મોરબી હાઇવે તરફ જનાર છે. આ બાતમીના આધારે તાલુકા પોલીસની ટીમે વોચ ગોઠવતા આ કાર મળતા ચેક કરતા કારની પાછળની સીટમાં તથા ડેકીમાં અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની નાની-મોટી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૫૮ કિં.રૂ.૭૭,૫૨૦/- તથા બીયર નંગ-૧૭૪ કિં.રૂ.૧૮,૩૦૦/- મળી ઇંગ્લીશ દારૂની બોટલ તથા બીયર નંગ-૪૩૨ ફૂલ કિ.રૂ.૯૫,૮૨૦/- અને કાર મળી કુલ રૂ.૩,૯૫,૮૨૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો
આ સાથે કારમાં સવાર આમીર રફીકભાઇ મોગલ ઉ.વ.૩૦, રહે. બજરંગ વાડી, જણેજા હોલની પાછળ, રાજકો, અનીશ રફીકભાઇ મોગલ ઉ.વ.૨૧, રહે. બજરંગ વાડી, જુણેજા હોલની પાછળ, રાજકોટને પકડી પાડવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં માલ આપનાર તરીકે વિપુલભાઈ સોમાભાઈ રહે. પીપળી, તા.જી.મોરબીનું નામ ખુલતા તેની સામે પણ ગુનો નોંધી પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.








