સોમનાથ મંદિરે દર્શને આવેલ અધિકારીને સત્તાના નશાનો લાગ્યો ‘રંગ’ કરી નાખ્યો કાયદાનો ‘ભંગ’

સોમનાથ મંદિરે દર્શને આવેલ અધિકારીને સત્તાના નશાનો લાગ્યો ‘રંગ’ કરી નાખ્યો કાયદાનો ‘ભંગ’ જાણવા મળતી વિગત મુજબ ગત તા. ૧૯/૦૫/૨૦૨૪ ના રોજ ખાણ ખનીજ વિભાગના ઉચ્ચ અધિકારી ગીર સોમનાથની તથા કરોડો હિન્દુઓની આસ્થાના સ્થાન સમાન સોમનાથ મંદિરે દર્શને આવેલ અને જ્યાં z પ્લસ સિક્યુરિટી હોય અને ત્યા આ ધવલ પટેલ પોતે અને તેમની સાથે પ્રોટોકોલ માં રહેલ દવેભાઈ તથા ખેરભાઈ અને વિગેરેનાઓ નિયમને નેવે મુકી હાજર ફરજ પરના પોલીસ કર્મીઓને લલ્લુ-પંજુ સમજી અને પોતાની પ્રાઇવેટ ગોલ્ફ કારમાં મંદિર સુધી પહોંચેલ વળી એન્ટ્રી પણ ન કરાવી તેમજ ગેરકાયદેસર મોબાઈલ સાથે રાખીને દર્શન કરી જાણે પોતાનો ઈગો સંતષાયો હોય તેવું સામે આવ્યુ હતુ.
જો કે સોમનાથ મંદિરે દર્શન બાબતે સ્પષ્ટ પણે જાહેરનામું પ્રસિદ્ધ થયેલ છે. તેમ છતા જાહેરનામાનો ભંગ કર્યો હતો. જો કે કયારેયઅમુકઅધિકારીઓ સત્તાના નશામાં પોતાનો મોબાઈલ બહાર મુકતા ન હોય કે પોતાની એન્ટ્રી પણ કરાવતા ન હોય પરંતુ પહેલી કહેવત છે કે ‘ચા કરતાં કીટલી ગરમ હોય’ એ રીતે એમની સાથેના અન્ય લોકો વર્તન કરે છેતો બીજી બાજુ ક્યારેય સોમનાથ મંદિરની અંદર કોઈ અનિચ્છનીય બનાવ બને કે જાહેરનામાનો ભંગ થાય અને એ બાબતે અરજીઓ થાય ત્યારે ફરજ પરના પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ અથવા તો ડિસમિસ થવાનો વારો આવે છે. તો ધવલ પટેલ અને તેમની સાથે પ્રોટોકોલમા રહેલા ખેરભાઈ અને દવેભાઈને ‘જો મંદિરે જવા આવવાની કાયમ માટે પરમિશન આપી હશે કે કેમ ? આ બાબતે આમ જનતામાં પ્રશ્ન ઉદ્દભવ્યો છેતેમજ ધવલ પટેલ કઈ જગ્યાએ નોકરી કરે છે અને તે સોમનાથ મંદિરે આવ્યા હતા તો માત્ર દર્શન માટે આવ્યા હતા કે ઓફિસયલી કામે આવ્યા હતા ? તેઓ અને એમની સાથેના કર્મચારીઓને સોમનાથ જવા માટે કોઈ એન્ટ્રી કેમ ન કરાવી ? તેઓને મોબાઈલ બહાર ન રાખવાની પરવાનગી આપેલ છે કે કેમ ? તે અંગેની તપાસ કરવામાં આવે તો આમ પ્રજામાં ચર્ચાતાપ્રશ્નોનો હલ થઈ શકે એમ જાણવા મળી રહ્યું છે.જો કે આ બાબતે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ સોમનાથ મંદિર સુરક્ષા DYSP ને મૌખિક રજૂઆતો કરાઈ છે તેમજ જવાબદાર ઉચ્ચ તંત્રને લેખિત અરજી આપી તપાસની માંગ કરાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જેઅધિકારીઓ જાહેરનામું પ્રસિદ્ધ કરી કાયદા બનાવે એ જ અધિકારીઓ એના બનાવેલ કાયદાનો ભંગ કરે ? તે કેટલા અંશે યોગ્ય કહી શકાય તમે જ કહોજેથી આગામી સમયમાં શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવુ રહ્યું
વાત્સલ્યમ સમાચાર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ










