GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જૂની અદાવતનો રાખી યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો

MORBI:મોરબી જૂની અદાવતનો રાખી યુવકને ત્રણ  શખ્સોએ માર માર્યો

મળતી માહિતી અનુસાર મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ લાયન્સનગરમાં રહેતા અમિતભાઇ દિલીપભાઇ સારડા ઉવ.૨૦ ગત તા.૧૯/૦૫ના રોજ મોરબી કંડલા બાયપાસ રોડ કામધેનુ પાર્ટી પ્લોટ સામે પોતાના મિત્રની રાહ જોઈ ઉભા હોય ત્યારે આરોપી રૂદ્રસિંહ દરબાર રહે. લાયન્સનગર વીસીપરા મોરબી, સુદો પટેલ રહે. રણછોડનગર મોરબી, વીરૂ દરબાર રહે. લાયન્સનગર વીસીપરા મોરબી બાઈક ઉપર આવ્યા હતા. ત્યારે આરોપી રુદ્રસિંહ દરબાર સાથે અગાઉ થયેલ તકરારનો ખાર રાખી ત્રણેય આરોપીએ સાથે મળી અમિતભાઈને ઢીકાપાટુનો માર મારી તથા આરોપી વીરૂ દરબારે પોતાના પાસે રહેલ લોખંડના પાઇપ વડે અમીભાઈને માથામાં એક ઘા મારતા અમિતભાઈને માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ત્યારે સમગ્ર બનાવ અંગે અમીતભાઈએ ત્રણેય આરોપીઓ સામે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button