
TANKARA:ટંકારા વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમને ઝડપાયો
ટંકારા પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે ટંકારાની ખીજડીયા ચોકડી નજીકથી સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા જામનગરના એક શખ્સને દબોચી લઇ સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી ૪૭૮ નંગ બોટલ ઝડપી લેવામાં આવી છે. આ સાથે દારૂનો જથ્થો તેમજ કાર કબ્જે લઇ આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.
ટંકારા પોલીસ મથકના પીએસઆઇ એમ.જે.ધાંધલ તેમજ પો.કોન્સ રમેશભાઈ રબારી દ્વારા ખાનગીરાહે હકીકત મળેલ કે, મોરબી તરફથી એક સફેદ કલરની સ્વીફટ ગાડી રજીસ્ટર નંબર- જીજે-૧૦-બીજી-૯૬૮૧માં દારૂની પેટીઓ ભરી ટંકારા તરફ આવતી હોય જેથી મળેલ ચોક્કસ બાતમીને આધારે ટંકારા ખીજડીયા ચોકડીએ વોચમા હોય તે દરમિયાન ઉપરોક્ત બાતમી મુજબની સ્વીફટ ગાડી ત્યાંથી પસાર થતા તેને રોકી ચેક કરતા તેમાંથી વિદેશી દારૂની ૭૫૦એમએક તેમજ ૧૮૯એમએલ ક્ષમતાની અલગ અલગ બ્રાન્ડની ૪૭૮ નંગ બોટલ કિ.રૂ.૬૭,૦૦૦/-મળી આવી હતી. આ સાથે સ્વીફ્ટ કાર ચાલક આરોપી ઇનાયતભાઇ ઇબ્રાહીમભાઇ મસીયા ઉવ-૨૪ રહે.રણજીતસાગર રોડ નંદનવન સોસાયટી શેરી નંબર- ૦૧ પિંજારાવાસ જામનગરની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી હતી. હાલ ટંકારા પોલીસે વિદેશી દારૂ તથા સ્વીફ્ટ કાર સહીત રૂ.૩.૬૭ લાખનો મુદામાલ કબ્જે લઇ પકડાયેલ સ્વીફ્ટ કાર ચાલક આરોપી સામે પ્રોહી. હેઠળ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ ચલાવી છે.








