MORBi: પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

MORBi પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
ઓપન ગુજરાત બ્રાહ્મણ સમાજ માટે પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા આયોજન
મોરબી : પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા ઓપન ગુજરાત બ્રાહ્મણ સમાજ માટે તારીખ 7-6-2024થી તારીખ 9-6-2024 એમ ત્રીદિવસીય શ્રી પરશુરામ કપ 2024 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ટ, નવા નાગડવાસ મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટમાં 16 ટીમોને લેવામાં આવશે.
આ ટૂર્નામેન્ટ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5-6-2024 છે. જેની એન્ટ્રી ફી 6500 રૂપિયા છે.આ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન ટીમને રૂ, 15,000 ઈનામ અને રનર્સ અપ ટીમને રૂ. 7500 ઈનામ આપવામાં આવશે. પ્રમુખ જયદીપભાઈ મહેતા, મહામંત્રી ઋષિભાઈ મહેતા, મહામંત્રી ધ્વનિતભાઈ દવે અને મહામંત્રી હાર્દિકભાઈ ભટ્ટ વગેરે આયોજકો દ્વારા આ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ વિગત માટે દિવ્યેશ મહેતા મો.નં. 75758 80555, પરિમલ દવે મોં.નં. 81540 00033 અને જયદેવ જોષી મો.નં.63555 45644 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.