JAMNAGARJAMNAGAR CITY/ TALUKO
આંતરરાષ્ટ્રીય મોઢ બ્રાહ્મણ જ્ઞાતિમાં ટ્રસ્ટી પદે હિરેન ત્રિવેદીની વરણી

જામનગર
ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ આંતરરાષ્ટ્રીય જ્ઞાતિના ટ્રસ્ટી પદે રવિવાર તા. ૧૯ ના રોજ રાજકોટ ખાતે યોજાયેલા મહા અધિવેશનમાં જામનગરના સિનીયર પત્રકાર તેમજ મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના અગ્રણી સામાજિક કાર્યકર હિરેન ગુણવંતરાય ત્રિવેદીની બિનહરીફ વરણી થતાં જ્ઞાતિમાં આનંદનો માહોલ છવાયો છે, આ અગાઉ તેઓ જામનગર ખાતે વાડીમાં તેમજ યુવા સોશ્યલ ગ્રુપમાં અનેક સેવાકીય કાર્યો કરી ચૂક્યા છે, બ્લડ કેમ્પ હોય કે નિદાન કેમ્પ, જ્ઞાતિની અન્ય સેવાકીય પ્રવૃતિઓમાં તેઓ હંમેશા અગ્રેસર રહે છે, જામનગર તાલુકા અભ્યુદય મંડળ અને યુવા સોશ્યલ ગ્રુપ જામનગરમાં તેઓ અગાઉ ટ્રસ્ટી પદે અને પ્રમુખ પદે રહી ચૂક્યા છે, લાંબા સમય બાદ જામનગરની જ્ઞાતિના કાર્યકરને આ પ્રકારનું મહત્વનું પદ મળતા જામનગરની જ્ઞાતિમાં કાર્યકરોમાં ઉત્સાહની લાગણી જન્મી છે.

[wptube id="1252022"]





