
MORBI:મોરબીના મચ્છીપીઠમાં મોડી રાત્રિના બે જૂથ વચ્ચે અથડામણ
મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ મચ્છીપીઠ વિસ્તારમાં ગત મોડીરાત્રે એક જ સમાજના બે જૂથના લોકો વચ્ચે સોડા બોટલ, પથ્થરો તથા બીજા હથિયારો સહીત આમને સામને આવી ધીંગાણું સર્જાયું હતું. કોઈ કારણોસર એક જ સમાજના લોકો સામસામે આવી જઈ એકબીજા ઉપર તૂટી પડતા સ્થિતિ વણસી હતી. ત્યારે સમગ્ર બનાવ અંગે મોરબી પોલીસને જાણ થતાની સાથે પોલીસના ધાડેધાડા ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે પરિસ્થિતિને કાબુમાં લઇ સામસામે થયેલ મારા મારીના બનાવમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવા કવાયત હાથ ધરી હતી.

MORBi જેમાં ગત મોડીરાત્રે મચ્છીપીઠ વિસ્તારમાં એક જ સમાજના બે પક્ષના લોકો વચ્ચે કોઈ કારણોસર બબાલ થઇ હતી. જે બબાલમાં સ્થિતિ વણસતા બંને પક્ષોએ એકબીજા ઉપર સોડા બોટલ તથા પથ્થરોના સામસામે ઘા કરી એકબીજા ઉપર હુમલો કર્યો હતો. ત્યારે મોરબી સીટી પોલીસમાં જાણ થતા મોરબી એ ડિવિઝન પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયી હતી ત્યારે પોલીસે સ્થળ ઉપરથી છરી, સોડા બોટલના ગાલા સહિતના હથિયારો કબ્જે લીધા હતા. અને સામસામા પક્ષોના લોકો કે ધીંગાણામાં ઘાયલ થયા હતા તે તમામને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.મોરબી પોલીસે સમયસર આવી સમગ્ર વણસી ગયેલ પરિસ્થિતિને કાબુમાં લઇ મોરબી પોલીસની એસઓજી, એલસીબી સહિતની પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસે બનાવની નોધ કરી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.