GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરમા અપહરણ કરી પૈસાની માંગણીના ગુનામાં વોન્ટેડ ત્રણ આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયા 

WAKANER:વાંકાનેરમા અપહરણ કરી પૈસાની માંગણીના ગુનામાં વોન્ટેડ ત્રણ આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયા

વાંકાનેરના સરતાનપર નજીક આવેલ લેંડગ્રીસ ટાઇલ્સ ફેક્ટરીમાં કામ કરતા બે યુવકને ઇકો કારમાં આવી અપહરણ તથા ગેરકાયદેસર ગોંધી રાખી પરિવાર પાસે પૈસાની માંગણી કરવાના કેસમાં ફરાર આઠ પૈકી ત્રણ આરોપીઓને વાંકાનેર તાલુકા પોલીસે મધ્યપ્રદેશના ધાર જીલ્લાના અલગ અલગ ગામડાઓમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. આ સાથે ગુનાના કામમાં ઉપયોગમાં લીધેલ ઇકો કાર પણ કબ્જે લઇ ત્રણેય આરોપીને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં લવાયા છે.

Oplus_0

સમગ્ર બનાવની ટૂંક વિગત મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ગત તા. ૦૩/૦૫ ના રોજ ફરીયાદી વિકાસ ગુડા બારેલા રહે ગામ-નવલપુરા તા.અંજડ મધ્યપ્રદેશવાળાને આરોપીઓ રણજીત દોલા વસુનીયા, સંગ્રામ છગન કટારા, લવકુશ રામા મેડા, રામકિશન તથા અન્ય ઇસમો એમ કુલ આઠ આરોપીઓએ ફરીયાદી વિકાસનો સાળો આરોપી રણજીત વાસુનીયાની દિકરીનુ અપહરણ કરી લઇ ગયેલ હોય જે મળી ગયેલ છે તેમ કહી સરતાનપર રોડ ઉપર આવેલ લેન્ડગ્રીસ ટાઇલ્સ ફેકટ્રીના ગેઇટ બહાર વિકાસને બોલાવી વિકાસ તથા તેની સાથે ફેક્ટરીમાં કામ કરતો સોનુને બળજબરીથી ઇકો ગાડીમાં બેસાડી મધ્યપ્રદેશ રાજયના ધાર જીલ્લાના દોલતપુરા ગામે લઇ જઇ ગેરકાયદેસર અટકાયતમાં રાખી વિકાસના પરિવાર પાસે ફોન પર પૈસાની માંગણી કરી અને જો પૈસા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી અને બાદ મધ્યપ્રદેશ રાજયના સ્થાનિક પોલીસ સ્ટેશનનો વિકાસ દ્વારા ફોનથી સંપર્ક કરી ધાર જીલ્લાના અમજોરા પોલીસ સ્ટેશનના દસઇ પોલીસ ચોકીમાં ફરીયાદી વિકાસે પોતાની ફરિયાદ નોંધાવી હતી.

ઉપરોક્ત ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ આ ગંભીર ગુનાના આરોપીઓને પકડી પાડવા મોરબી જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓની સુચના મુજબ મોરબી જીલ્લામાં બનતા ગંભીર પ્રકારના ગુન્હાઓમાં ફરાર આરોપીઓને પકડી પાડવા કડક સુચના કરતા જે અનુસંધાને વાંકાનેર વિભાગ નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડા તથા વાંકાનેર સીપીઆઇ વી.પી.ગોલના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ મથક પીએસઆઇ તથા સર્વેલન્સ સ્ટાફ સાથે મધ્યપ્રદેશ રાજ્યના ધાર જીલ્લા ખાતે જઇ આરોપીઓની માહીતી મેળવી આરોપીઓ અલગ અલગ ગામડાઓમાં રહેતા હોય જેથી સ્થાનીક પોલીસ સાથે રાખી ગામડાઓમાં નાઇટ કોમ્બીંગ કરી આરોપી રણજીત દોલા વસુનીયા રહે.દોલતપુરા જી.ધાર મધ્યપ્રદેશ, સંગ્રામ છગનલાલ કટારા રહે.આંનદ ખેડી જી.ધાર મધ્યપ્રદેશ તથા આરોપી લવકુશ ઉર્ફે લોકેશ રામાજી મેડા રહે.હનુમતીયા ફાગ જી.ધાર મધ્યપ્રદેશને ઝડપી લેવામાં સફળતા મળી હતી. આ સાથે ગુનામાં ઉપયોગમાં લીધેલ ઇકો કાર રજી. એમપી-૧૧-સીસી-૭૬૮૪ કબ્જે લેવામાં આવી હતી.ત્યારે ઉપરોક્ત સફળ કામગીરી વાંકાનેર તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એલ.એ.ભરગા તથા પોલીસ હેડ કોન્સ.મયુરધ્વજસિંહ જાડેજા, એ.એસ.આઇ.ચમનાભાઇ ચાવડા, પો.કોન્સ.સંજયસિંહ જાડેજા, વિજયભાઇ ડાંગર, દિનેશભાઇ લોખીલ તથા વલ્લભાઇ એમ.ટી. વિભાગ મોરબીવાળા દ્વારા કરવામાં આવી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button