
વિજાપુર રણાસણ ગામે રૂમ માં સુઈ રહેલી મહિલાને રૂમમાં પુરી અજાણ્યા શખ્સો ઘરની તિજોરી તોડીને રૂપિયા 2,92000/-ની ચોરી કરી ફરાર
મહિલા ઘરમાં એકલા હતા પતિ અમદાવાદ રહેતા માતા ની ખબર કાઢવા ગયા હતા વહેલી પરોઢે તસ્કરોએ ઘરમાં ઘુસી ચોરી કરી ફરાર
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના રણાસણ ગામે વૈદ્ય દરજી ના ઘેરે વહેલી પરોઢે ઘરમાં સુઈ રહેલી મહિલા ના રૂમનો દરવાજો બંધ કરી ઘરની ચાર જેટલી તિજોરીઓ તોડીને તેમાં રાખેલી સોના ચાંદીના ઘરેણાં કેમેરા અને રોકડ રૂપિયા ચોરી કરીને ચુપચાપ લઈ ને ફરાર થઇ જતા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ અંગે પોલીસ સૂત્રો માંથી મળતી માહીતી મુજબ રણાસણ ગામે સ્તુતિગ્રીન બંગલોજ માં રહેતા રીતેશભાઈ હર્ષદભાઈ ચાનપુરા દરજી વૈદ્ય પોતાની માતાનું પગનું ઓપરેશન કરાવ્યું હોવાથી તેઓ અમદાવાદ ખાતે ખબર લેવા માટે ગયા હતા. તેમના ધર્મપત્ની આરતી બેન ઘરે હાજર રહ્યા હતા.વહેલી સવારે તેઓ જાગતા ઘરનો રૂમનો દરવાજો બહારથી કોઈએ બંધ કર્યો હોવાનું જાણતા તેઓએ બુમો પાડીને પાડોશીઓ ની મદદ માંગી દરવાજો ખોલાવતા અન્ય રૂમો માં મૂકેલ તિજોરીઓ ના તાળા તૂટી ચીજ વસ્તુઓ વેર વિખેર હતી. તેઓએ તેમના પતિને અમદાવાદ જાણ કરતા તેઓ પરત દોડી આવ્યા હતા જેની પોલીસ ને જાણ કરતા પોલીસ પણ દોડી આવી હતી. આરતી બેને વેરવિખેર ઘરની તિજોરીઓ માં તપાસ કરતા સોના ના ચાંદીના દાગીના તેમજ કેમેરા અને રૂપિયા 15000/-રોકડ સહિત રૂપિયા બે લાખ બાણું હજાર નો કુલ મુદ્દામાલ ચોરાઈ ગયો હોવાની પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.





