NATIONAL
દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં EDએ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી બંને વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી

દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(ED)એ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી બંને વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. રાઉઝ એવન્યુ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં ઈડીએ હવે કેજરીવાલ અને તેમની પાર્ટીને આરોપી બનાવ્યા છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરાયેલા કેસમાં આ આઠમી ચાર્જશીટ છે. આ ચાર્જશીટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નામનો આરોપી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મામલામાં દિલ્હીના મુખ્યમંત્રી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી આ પ્રથમ ચાર્જશીટ છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક્સાઇઝ પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે.

Related Articles
-
કરોડોના ખર્ચે બનેલો બ્રિજ ઉદ્ઘાટન પહેલા જ તૂટી પડ્યોJune 18, 2024
[wptube id="1252022"]









