NAVSARI
વિદ્યાર્થીઓને દાખલાઓ લેવામાં અગવડતા પડે તો જરૂર પડ્યેથી વધારાના સ્ટાફને ટેબલ કામગીરી સોંપવાની કલેકટરશ્રીની સુચના

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

તાજેતરમાં જ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨નું ગત શૈક્ષણિક વર્ષનું પરિણામ જાહેર થવા પામ્યું છે. ત્યારે નવા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવવા માટે વિર્દ્યાર્થી/વિર્દ્યાથીનીઓ તથા તેમના વાલીઓ દ્વારા જુદા જુદા પ્રમાણપત્રો મેળવવા માટે, સંબંધિત કચેરીઓમાં આવતા જતા હોય છે.
જાતિના દાખલા, આવકના દાખલા, તેમજ ડોમિસાઈલ સર્ટીફીકેટ માટે જિલ્લા/તાલુકાની સંબધિત કચેરી/વિભાગનો સંપર્ક કરવામાં આવતો હોય છે. જે સંદર્ભે સંબંધિત કચેરી/વિભાગના વડા/અધિકારીઓને ડાંગ કલેકટરશ્રી દ્વારા, આ કામગીરીની અગત્યતા જોતા, જે તે કચેરીએ વિર્દ્યાથીઓ/વિર્દ્યાથીનીઓ તથા તેઓના માતા-પિતાને અગવડતા ન પડે તે રીતે કાર્યવાહી કરવા, તેમજ જરૂર પડયેથી વધારાના સ્ટાફને ટેબલ કામગીરી સોંપવાની સૂચના આપવામાં આવી છે.
[wptube id="1252022"]






