TANKARA:ટંકારાના સજનપર ગામે બાઈક શેરીમાં ધીમુ ચલાવવા બાબતે બે પરિવારો બાખડ્યા:સામસામી ફરિયાદ

TANKARA:ટંકારાના સજનપર ગામે બાઈક શેરીમાં ધીમુ ચલાવવા બાબતે બે પરિવારો બાખડ્યા:સામસામી ફરિયાદ
ટંકારા તાલુકાના સજનપર ગામે શેરીમાં પુરપાટ ગતિએ બાઈક લઈને નીકળેલ યુવકને બાઈક ધીમું ચલાવવા બાબતે ઠપકો આપી ઢીકાપાટુનો માર મારતા જે બાબતે બંને પરિવારના સભ્યોએ એકબીજા સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુ તથા ઝાપટ મારી બંને પક્ષોએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની સામસામે ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે ત્રણ મહિલા સહીત છ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદની પ્રાપ્ત માહિતી અનુસાર ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા દિલીપભાઈ અમરશીભાઈ જાદવ ઉવ.૪૨એ આરોપી વિપુલ પ્રવિણભાઇ જાદવ, ભગો પ્રવિણભાઇ જાદવ તથા સુનિતાબેન પ્રવીણભાઈ જાદવ રહે. બધા સજનપર ગામ તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી કે ગત તા.૧૪/૦૫ના રોજ રાત્રીના અગ્યાર વાગ્યાના અરસામાં ફરીયાદિ દિલીપભાઈનો દિકરો દિપ મોટરસાયકલ લઇને આરોપીઓની શેરીમાંથી નીકળતા આરોપી વિપુલ અને ભગાને સારૂ નહિ લાગતા દિલીપભાઈના દિકરાને ‘શેરીમાંથી નિકળતો નહીં ‘ તેમ કહી જેમ ફાવે તેમ ગાળો આપી બંનેએ ઢીકાપાટુનો માર મારી શેરીમાથી મોટરસાયકલ લઇને નીકળીશ તો તને જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી ત્યારે બીજીબાજુ આરોપી સુનીતાબેને દિલીપભાઈના ઘરે આવી તેમની પત્ની અને દિકરાને ગાળો આપી હતી. જે બનાવ બાબતે દિલિપભાઈએ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

જ્યારે સામા પક્ષે ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા વિપુલભાઈ પ્રવિણભાઇ જાદવ ઉવ.૨૪ એ આરોપી ઉષાબેન દિલીપભાઈ જાદવ, શાંતાબેન અમરશીભાઇ જાદવ તથા દિલીપભાઈ અમરશીભાઈ જાદવ રહે. સજનપર તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૪/૦૫ના રોજ ફરીયાદી વિપુલભાઈ તથા ભાવિનભાઇ તેમજ સુનીતાબેન આરોપી ઉષાબેનને તેમના દિકરા દિપને શેરીમા મોટકસાયકલ ધીમુ ચલાવવા બાબતે સમજાવવા જતા આરોપી ઉષાબેને વિપુલભાઈને એક જાપટ મારી ધકકો મારી જમીન પર પાડી દઇ મુંઢ ઇજા કરી તથા આરોપી ઉષાબેન તથા શાંતાબેને વિપુલભાઈ તથા તેમની સાથેના તેમના પત્ની તથા ભાઈને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તથા આરોપી દિલિપભાઈએ વિપુલભાઈના ઘર પાસે શેરીમા જઇ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી વિપુલભાઈએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.સમગ્ર બનાવ બાબતે બંને પક્ષોએ નોંધાવેલ ફરિયાદના આધારે ટંકારા પોલીસે કુલ છ આરોપીઓ સામે આઇપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ ચલાવી છે.








