
MORBI:મોરબી ખાતે નિશુલ્ક તાલીમ વર્ગો માટે પ્રવેશ કાર્ય ની શરૂઆત.

મોરબી ખાતે શ્રી માનવ સેવા એજ પ્રભુ સેવા સંસ્થાન ના માધ્યમ થી હસ્તકલા ની આધુનિક પદ્ધતિ થી નિશુલ્ક તાલીમ સાથે સર્ટિફિકેટ , રોજગારી માટે મદદ,તથા અન્ય લાભો ની જોગવાઇ સહિત ટૂંકા ગાળાના તાલીમ કાર્યક્રમો જેમાં, ટેરા કોટા ( આધુનિક માટી કલા), હેન્ડ એમ્બ્રોડરી, તથા મડ વર્ક( આધુનિક પદ્ધતિ લીંપણ કલા) જેવા અનેક ઉપયોગી તાલીમ વર્ગો શરૂ કરવામાં આવનાર છે .જે લાભાર્થી બહેનો ને આ તાલીમ વર્ગો માં લાભ મેળવવો હોય તેઓને અરજીપત્રકો ભરવા તથા વધુ જાણકારી માટે સંસ્થા ના હેલ્પ લાઈન નંબર 9726501810 પર વોટસઅપ મેસેજ કરવા યાદી માં જણાવાયું છે.નોંધ: મર્યાદિત સંખ્યામાં તાલીમાર્થીઓ લેવાના હોય વહેલા તે પહેલાના ધોરણે અરજીપત્રકો ભરી જવાના રહેશે.
[wptube id="1252022"]





