
ઝઘડિયા તાલુકા પંચાયત ના એક અધિકારી અને તાલુકાના એક ગામના સરપંચ વચ્ચે હાથાપાઈ !
તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં જ સરપંચે હાથાપાઈ કરતા અધિકારીએ પણ વળતો જવાબ આપ્યો !
સરકારી ગ્રાન્ટ ફાળવ્યા બાદ તેને રદ કરતા સરપંચ દ્વારા અધિકારી સાથે હાથાપાઈ કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે!
ઝઘડિયા તાલુકા પંચાયત ના અધિકારી સાથે તાલુકાના એક ગામના સરપંચે તેને ફાળવાયેલી ગ્રાન્ટ રદ કરવામાં આવતા અધિકારી સાથે હાથાપાઈ પણ ઉતરી આવ્યા હતા, મળતી માહિતી મુજબ આજે બપોરના સમયે ઝઘડિયા તાલુકાના એક સરપંચે ઝઘડિયા તાલુકા પંચાયતના અધિકારી સાથે ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રાંગણમાં આવી હાથાપાઈ પણ ઉતરી આવ્યા હતા. અધિકારીએ પણ તેનો બચાવમાં વળતો જવાબ આપતા સરકારી કચેરીમાં ઝપાઝપી થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે, આ ઘટના બાબતે તાલુકા વિકાસ અધિકારીએ પોલીસને બોલાવવા પણ જણાવ્યું હતું પરંતુ આ લખાય છે ત્યાં સુધી બંને પક્ષોમાંથી કોઈએ પોલીસ ફરિયાદ નોંધાવી નથી, અત્રે ઉલ્લેખનીય છે કે તાલુકા પંચાયતમાં સરપંચ અને અધિકારી વચ્ચે ઝપાઝપીની ઘટના બન્યા બાદ અધિકારી પોતાના ઘરે જતા હતા ત્યારે રસ્તામાં એક મોટરસાયકલ ચાલકે તેમની કારને આંતરી હતી પરંતુ અધિકારી યેનકેન પ્રકારે ત્યાંથી નીકળી ગયા હતા તેમ અધિકારી સાથેની ટેલિફોનિક વાતમાં તેમણે જણાવ્યું હતું,
ઈરફાન ખત્રી
રાજપારડી