ધાનપુર તાલુકાના એક ગામમાંથી પીડિત મહિલાને પતિ દ્વારા અવાર નવાર નશો કરીને શારીરિક માનસિક હેરાનગતિ કરી મારકૂટ કરવામાં આવે છે

તા.૧૪.૦૫.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dhanpur: ધાનપુર તાલુકાના
એક ગામમાંથી પીડિત મહિલાએ 181 પર ફોન કરીને જણાવેલ કે તેઓને પતિ દ્વારા અવાર નવાર નશો કરીને શારીરિક માનસિક હેરાનગતિ કરી મારકૂટ કરવામાં આવે છે તેમ જણાવતાં 181 અભયમ ટીમ લીમખેડા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયેલ અને વાતચીત કરી કાઉન્સિલિંગ દરમિયાન જણાવેલ કે તેઓના પતિ 24 કલાક નશો કરી ઘરમાં તમામ પરિવારને અપશબ્દ બોલી મારકૂટ કરે છે અને પીડિત મહિલા પર વહેમ શંકા કરી મારકૂટ પણ કરે છે અને ઘરની વસ્તુઓને પણ નુકશાન પહોચાડે છે અને કોઈ પણ પ્રકારનું ભરણ પોષણ પણ કરવામાં આવતું નથી જે બાબતે અગાઉ પોલિશ સ્ટેશન અરજી આપી હતી પરંતુ પતિના વર્તનમાં કોઈ બદલાવ આવેલ નથી તેમ જણાવતાં 181 ટીમ દ્વારા તેમના પતિને ઘરેલુહિંસા અને પરિવાર વિશે કાયદાકીય માર્ગદર્શન આપી સમજાવેલ તેમજ પત્ની અને બાળકોના ભવિષ્ય તેમજ એક દીકરાની ફરજ વિશે સમજાવતા પીડિત મહિલાના પતિએ પોતાની ભૂલ સ્વીકારી પત્ની અને માતા જોડે માફી માંગી અને લેખીતમાં બહેદરી આપેલ કે અજપછી દારૂ પીવિશ નહિ અને પતિ અને પિતા તેમજ દીકરા તરીકેની જવાબદારી નિભાવીશ અને પરિવાર જોડે શાંતિથી રહીશ તેમ જણાવતાં પીડિતા પણ પોતાની મરજીથી પતિ જોડે સમાધાન કરવા માગતા હોય જેથી અસરકારક કાઉન્સિલિંગ દરમિયાન બંને પક્ષોનું સુખદ સમાધાન કરાવતા બંને પક્ષોએ 181 ટીમનો આભાર વ્યક્ત કરેલ








