Navsari: સ્વામિનારાયણ સ્કૂલ હાંસાપુર ખાતે ગ્રામ્ય લોકજીવન વિષય ઉપર વારલી ચિત્ર સ્પર્ધા યોજાઈ.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

ચિત્ર શિક્ષક મહામંડળ ગુજરાત રાજ્ય તથા સંસ્કાર ભારતી, વલસાડ અને વારલી ચિત્રકળા સંવર્ધન ચેરીટેબલ ટ્રસ્ટ, વ્યારાનાં સંયુકત ઉપક્રમે તાજેતરમાં નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના શ્રી સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કૂલ, હાંસાપુર ખાતે ધોરણ – 6 થી કોલેજ કક્ષાનાં વિદ્યાર્થીઓ માટે વારલી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય લોકજીવન વિષય પર વારલી ચિત્ર સ્પર્ધા સ્પર્ધાનું આયોજન ત્રણ વિભાગમાં – ધો. 6 થી 8, ધો. 9 થી 10 અને ધો. 11 થી કોલેજ નાં વિદ્યાર્થીનીઓ માટે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 20 જેટલા વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

જેમાં ત્રણે વિભાગમાં એક થી ત્રણ ક્રમમાં વિજેતા વિદ્યાર્થીઓને ચિત્ર શિક્ષક મહામંડળ ગુજરાત રાજ્ય તરફથી સિલ્ડ, પ્રમાણપત્ર તથા વારલી ચિત્રકળા સંવર્ધન ચેરીટેબલ ટ્રસ્ટ, વ્યારા તરફથી એક થી ત્રણ નંબરને અનુક્રમે 1000,800 અને 500 રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તથા ચિત્ર શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરેલ શિક્ષકો અને પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન ચિત્ર શિક્ષક મહામંડળ ગુજરાત રાજ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન વારલી ચિત્રકળા સંવર્ધન ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખશ્રી યોગેશભાઈ ચૌધરી, ઉપપ્રમુખશ્રી વિપુલભાઈ પટેલ, મહામંત્રીશ્રી જીતેન્દ્રભાઈ પરમાર, સહમંત્રીશ્રી મહેશભાઈ ચૌધરી, ખજાનચીશ્રી અનિલભાઈ ચૌધરી અને સભ્યશ્રી નિકુંજભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.






