Halvad:હળવદના મેરૂપર ગામે ખેડૂતોની કેનાલ ઉપર લગાવેલ પાણીની મોટરની ચોરી

Halvad:હળવદના મેરૂપર ગામે ખેડૂતોની કેનાલ ઉપર લગાવેલ પાણીની મોટરની ચોરી : વિશાલ જયસ્વાલ હળવદ
હમવાદ તાલુકાના મેરૂપર ગામે કેનાલ ઉપર લગાવેલ પાણીની મોટરની ચોરી કરતી ગેંગ સક્રિય થઇ હોય તેમ ખેડૂતો દ્વારા સિંચાઈ માટે કેનાલ ઉપર લગાવેલી બે પાણીની મોટર ચોરીની ફરિયાદ નોંધાવતા અજાણ્યા ઈસમોને પકડી પાડવા વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર હળવદના મેરૂપર ગામમાં રહેતા અનીલભાઇ રમેશભાઇ સરાવાડીયા ઉવ.૩૮ એ હળવદ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું કે ખેતરમાં સિંચાઇનું પાણી પૂરું પાડવા મેરૂપર ગામની સીમમાંથી પસાર થતી કેનાલ ઉપર અનિલભાઈ તથા અન્ય એક ખેડૂત દ્વારા પાણીની મોટર લગાવેલી હોય જેની ગત તા. ૩૦/૦૪ રાત્રીના ૮ વાગ્યાથી ૦૧/૦૫ સવારના ૭ વાગ્યા સુધીમાં કોઈ તસ્કરો દ્વારા ચોરી કરી લઇ ગયા હોય જે પાણીની મોટરોની આજુબાજુમાં તપાસ કરતા આજદિન સુધી મળી ન આવતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ આઇપીસી કલમ ૩૭૯ હેઠળ ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.