GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ચામડાતોડ વ્યાજની ઉઘરાણી કરી બાદમાં બળજબરીપૂર્વક કાર પડાવી લીધી

MORBI:મોરબીમાં ચામડાતોડ વ્યાજની ઉઘરાણી કરી બાદમાં બળજબરીપૂર્વક કાર પડાવી લીધી

મોરબીમાં રહેતા યુવાને ધંધામાં પૈસાની જરૂર પડતા વ્યાજખોરો પાસેથી વ્યાજે પૈસા લીધા બાદ વ્યાજના લાલાચુઓએ યુવાન પાસે બળજબરી પૂર્વક વ્યાજની ઉધરાણી કરી કોરા ચેક સહી કરાવી બાદમાં હજુ વ્યાજ ચૂકવવું પડશે.કહી એમજી હેક્ટર કાર પડાવી લીધી હતી પડાવી લઈ ગયા હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે.

મળતી માહિતી અનુસાર મૂળ માણેકવાડા ગામના વતની હાલ મોરબીના આલાપ રોડ અંજલીપાર્ક સોસાયટીમાં રહેતા રવિરાજભાઈ જગદીશભાઈ દેત્રોજા ઉવ.૨૨ એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ત્રણ વ્યાજખોર આરોપી ભુપતભાઇ જારીયા રહે. મોરબી આનંદનગર, રાજેશભાઈ બોરીચા રહે. ગજડી ગામ તથા ભરતભાઈ કાનજીભાઈ ચાવડા રહે.મોરબી રવાપર ગામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે રવિરાજભાઈને પોતાના પ્યુમીકેશનના ધંધા માટે રૂપિયાની જરૂરિયાત હોય જેથી અલગ અલગ સમયે આરોપી ભુપતભાઇ જારીયા, રાજેશભાઈ બોરીચા તથા આરોપી ભરતભાઈ ચાવડા પાસેથી ઉંચા વ્યાજે રૂ.૧૨ લાખ લીધા હતા જે રૂપિયાનું રવિરાજભાઈ દર દસ દિવસે રૂ.૧,૧૦,૦૦૦/-વ્યાજની ચુકવણી કરતા હોય ત્યારે વ્યાજે રૂપિયાના બદલામાં રવિરાજભાઈ પાસેથી અલગ અલગ બેન્કના સાઈન કરેલા કોરા ચેક તથા નોટરીનું લખાણ બળજબરી પુર્વક લખાવી લઇ વ્યાજની ઉઘરાણી કરતા હોય ત્યારે આરોપી ભરતભાઈ ચાવડાને મૂડીના રૂપિયા વ્યાજ સહીત પરત આપી દીધેલ હોવા છતાં રવિરાજભાઈની એમ.જી એકટર કાર રજી.નં.GJ-36-R-2222 વાળી બળજબરી પુર્વક પડાવી લઇ બેફામ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય ત્યારે રવિરાજભાઈ દ્વારા વ્યાજની પઠાણી ઉઘરાણી તેમજ રૂપિયા આપી દીધા હોવા છતાં વધુ રૂપિયાની લાલચે ઉઘરાણી સતત ચાલુ રાખતા ત્રણેય આરોપીઓ સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button