MORBI મોરબી મધર્સ ડે નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિશષ્ટ ઉજવણી કરવામાં આવી

MORBI મોરબી મધર્સ ડે નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિશષ્ટ ઉજવણી કરવામાં આવી
જનની જન્મભૂમિ સ્વર્ગાદપિ ગરિયસી’ અર્થાત્ મા અને માતૃભૂમિ તો સ્વર્ગથી પણ મહાન છે… જનની ,જનક , જન્મભૂમિ ,જ્હાન્વી અને જનાર્દન માં પ્રથમ જનની છે ,ગુજરાતીમાં માતા ની ઉત્તમ કવિતા છે “જનની ની જોડ સખી નહિ જડે રે લોલ ” છે , જો કોઈ પણ શક્તિ કે દેવતા ખુદ આ સૃષ્ટિ ના આકાશનો કાગળ બનાવી , સમુદ્રની શાહી બનાવે ,વૃક્ષોની ડાળીઑ માંથી કલમ બનાવી લખવાનું વિચારે તો પણ માતા પિતાના ઋણ મુકત થવાય નહિ , આવી મહાન માતાનું પૂજન કરીને તેની લાગણી ને ઠેસ ન પહોંચે તે જોવાનું કામ સંતાનોનું છે. આજના વિભક્ત કુટુંબોની પ્રણાલિકા અપનાવતા મા-બાપનું સ્થાન આદર,ઇજ્જત બધું ભુલાતું જાય છે, અવહેલના,અનાદર થાય છે, સંતાન માટે સેવેલી આશા, સ્વપ્ન, કોડ અરમાન સાથે કરેલી માતા-પિતાની માવજત ભૂલાઈ વૃદ્ધ અવસ્થા વેળાએ વ્રુદ્ધાશ્રમમાં માતા-પિતાને મૂકી દેવાય છે, કે પરદેશ માં વસી માં-બાપને ડોલરીયા વરસાદથી સ્નાન કરાવી જરુરિયાતો પુરી પાડી હોવાનો ગર્વ લે છે. આ ક્ષણોએ માતા-પિતાની કકળતી આંતરડી, તેમ છતાએ સંતાનો પ્રત્યેનું વહાલતો વહાલ વરસાવે છે, તેથી મા-બાપની કદર કરો, ભારતીય સંસ્કૃતિને વૃદ્ધાશ્રમો શોભા દેતા નથી, માતા પિતાનો આદર જે સઁસ્કૃતિ જાળવી ન શકે તેનું મૂલ્ય કંઇજ નથી. તમારી સમૃદ્ધિ અને સંપત્તિ , જાહોજલાલીની કિંમત શૂન્ય છે ,

મધર ડે– માતૄ દિન..કોઈ પણ દેશ હોય પુર્વ કે પચ્શિમ, દરેક જ્ગ્યાયે માતાનુ મહત્વ ઘણુજ છે.માતાનુ સ્થાન ઉચુ છે. શાસ્ત્રમા પણ માતાનો દરજ્જો ભગવાનથી ઉપર છે. માતા શબ્દ શાંભળતા જ મનની અંદર એક આદરભાવ જાગે, અને માતા માટે પ્રેમ ઉભરાઈ આવે… દુનિયામા માતાની જ્ગ્યા કોઈ ન લઈ શકે. દુનિયામા એક મા જ એવી છે કે જે પોતાના બાળકોને નિસ્વાર્થ પ્રેમ કરે છે. પ્રેમની સામે તેને કોઈ અપેક્ષા હોતી નથી. બાળકો માટે પ્રેમ અને કાળજી એ જ એનુ જીવન છે.
યંગ ઇન્ડિયા ગ્રુપ દવારા દરેક તહેવારો અલગ રીતે અને સામાજિક ચેતના જાગૃત કરતા કાર્યક્રમો કરી અનોખી પહેલ કરવા હંમેશા કટિબદ્ધ હોય છે ત્યારે આજે મધર ડે નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપ દવારા વિશષ્ટ ઉજવણી કરતા આજે માતૃવંદના દવારા માતૃશક્તિનો ઋણ ચુકવાનો. માતા પ્રત્ય વાત્સલ્ય દર્શાવાનો અવસર નિમિતે મોરબી ખાતે આવેલ વૃદ્ધઆશ્રમ માં રહેલ માતાઓ ને સાડી સેટ અને અન્ય જીવન જરૂરિયાત વસ્તુઓ અર્પણ કરી તેમના પ્ર્ત્ય પ્રેમ અને આદર વ્યક્ત કરી માતૃવંદના કરી અનેરો આનંદ અને આશીર્વાદ મેળવી ધન્યતા ની અનુભૂતિ મેળવેલ તેની ક્ષણો.. માતૃદેવો ભવ:
