અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : જીતપુર ગામનું ગૌરવ, ઇસરી સેન્ટર અને શાળામા પ્રથમ ક્રમે હર્ષિતે પટેલ મેળવ્યા 93.50 ટકા
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ મહિનામાં યોજાયેલ ધો. 10ની છેલ્લા 30 વર્ષમાં 2024નું પરિણામ રેકોર્ડ બ્રેક કર્યો છે 82.56 ટકા રિઝલ્ટ આવ્યું છે.જ્યારે ગત વર્ષ 2023 કરતાં 17.94 ટકા પરિણામ વધ્યું છે. અરવલ્લી જીલ્લામાં સૌથી વધુ વાંકાનેર કેન્દ્રનું 94.32 % અને સૌથી ઓછું બાયડનું કેન્દ્રનું 63.48 ટકા પરિણામ જાહેર થયું છે.
મેઘરજ તાલુકામાં ઇસરી હાઈસ્કૂલમાં અને કેન્દ્રમાં ધોરણ 10 માં પ્રથમ ક્રમે પટેલ હર્ષિત પ્રવીણભાઈ એ 93.50 ટકા મેળવ્યા હતા જયારે દ્રિતીય ક્રમે પંચાલ કેવલકુમાર કનુભાઈ 92.33 ટકા જયારે ત્રીજા ક્રમે રાવલ ભક્તિ કીર્તિકુમાર એ 88.50 અને ચોથા ક્રમે પટેલ લેતીષાબેન ચીમનભાઈ એ 85 ટકા, પાંચમા ક્રમે મારીવાડ સાવન કુમારે 84.83 અને તુષાર કુમાર એ પણ 84.83 ટકા મેળવી ઇસરી શાળા નું ગૌરવ વધાર્યુ હતું વધુમાં ઇસરી હાઈસ્કૂલ નું 98.08 ટકા પરિણામ આવ્યું હતું જયારે ઇસરી સેન્ટરનું 90.44 ટકા પરિણામ આવ્યું હતું જેમાં ઉત્તરણીય થયેલ તમામ વિધાર્થીઓ ને શાળા પરિવાર અને મંડળ તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવવામા આવી હતી