Tankara:ટંકારાના સખપર ગામેથી જીરું અને લસણની ચોરી કરનાર પાંચ શખ્સો ઝડપાયા

Tankara:ટંકારાના સખપર ગામેથી જીરું અને લસણની ચોરી કરનાર પાંચ શખ્સો ઝડપાયા
ટંકારાના સખપર ગામે રહેતા હસમુખભાઈ રણછોડભાઈ કોરીંગા નામના ખેડૂતે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૫ ના રોજ ફરિયાદી અને ઘરના સભ્યો વાળું પાણી કરીને બેઠા હોય અને ઘરની બાજુમાં આવેલ વાડામાં આવેલ મકાનમાં જીરૂ અને લસણ રાખેલ હોય તેમજ માલઢોર પણ રાખેલ હોય જેથી નીરણ નાખવા માટે અગિયાર વાગ્યા ગયા હતા ત્યારે વાડાના મકાનમાં જીરૂ અને લસણના બાચકા પડ્યા હતા બીજા દિવસે વહેલી સવારે પાંચેક વાગ્યે વાડે માલઢોરને પાણી પાવા અને નીરણ માટે ગયેલ ત્યારે મકાનમાં રાખેલ જીરાના નાના મોટા બાચકા નંગ ૩૬ જેમાં આશરે જીરૂ મણ ૭૫ અને લસણના નાના મોટા બાચકા નંગ ૧૧ જેમાં લસણ આશરે ૩૦ મણ રાખેલ હોય જે જીરૂં અને લસણના બાચકા જોવા મળ્યા ના હતા.જેથી આજુબાજુમાં તપાસ કરવા છતાં ક્યાય જોવા મળ્યા ના હતા અને ગામના સરપંચને જાણ કરી હતી અને ગામ લોકો જાતે તપાસ કરતા હતા છતાં મળી આવેલ ના હોય જેથી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ટંકારા પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ જીરૂ મણ ૭૫ કીમત રૂ ૩,૩૭,૫૦૦ અને લસણના ૩૦ મણ કીમત રૂ ૭૫ હજાર સહીત કુલ રૂ ૪,૧૨,૫૦૦ ની મત્તા ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જે તપાસ દરમિયાન ચોરી કરનાર શખ્સો સાગર દિલીપભાઈ અંત્રેસા, રમેશ અવચરભાઈ દારોદ્રા, બીપીનભાઈ વિરજીભાઈ સાણદીયા, હિંદુભાઈ લાખાભાઈ સાટકા અને પ્રવીણભાઈ વાલજીભાઈ વેદાણીને ઝડપી પાડી તેની પાસેથી જીરું વેચાણના રોકડ રૂ.૩,૩૭,૫૦૦ તથા લસણના બાચકા નંગ ૧૧ અને બે બોલેરો એમ કુલ મુદામાલ કીમત રૂ.૧૦,૧૨,૫૦૦ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે