MORBi:મોરબી તાલુકાના બેલા ગામે જુના ઝઘડાનો ખાર રાખી મહિલા ઉપર બે શખ્સોએ છરી વડે હુમલો કર્યો

MORBi:મોરબી તાલુકાના બેલા ગામે જુના ઝઘડાનો ખાર રાખી મહિલા ઉપર બે શખ્સોએ છરી વડે હુમલો કર્યો
મોરબીના બેલા(રં) ગામે મહિલા સાથે અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી બાઈક ઉપર આવેલા મહિલાના દિયર સહિતના બે શખ્સો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો.

મળતી માહિતી અનુસાર મૂળ જસદણ તાલુકાના ફુલઝર ગામના વતની હાલ મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામ નજીક ભાડે ઓરડીમાં રહેતા મુકતાબેન હસમુખભાઈ ઉર્ફે લાલો ઉઘરેજીયા ઉવ.૩૦ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં પોતાના સગા દિયર એવા આરોપી ભરતભાઈ વલ્લભભાઈ ઉઘરેજીયા રહે.હાલ બેલા(રં) ગામની સીમમાં ઝુપડામાં મૂળ.રહે-ફૂલજર ગામ તા.જસદણ જી.રાજકોટ તથા અન્ય આરોપી સાગર ઉર્ફે ભુની કિશોરભાઈ ઉઘરેજીયા રહે.રૈયાધાર રાજકોટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે થોડા દિવસ પહેલા મુકતાબેનને તેના દિયર આરોપી ભરતભાઈ સાથે ઝગડો થયેલ હોય જે બાબતનો ખાર રાખી મુક્તાબેન પોતાની બંને દીકરી સાથે બેલા(રં.) ગામે આવેલ રમેશભાઈ રબારીનાં શોપિંગની બાજુમાંથી નીકળતા કાચા રસ્તે તળાવની બાજુમાંથી જતા હોય ત્યારે આરોપી ભરતભાઈ તથા સાગર ઉર્ફે ભુની મોટરસાયકલ ઉપર ત્યાં આવી મુકતાબેનને જેમફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા તેથી મુકતાબેને ગાળો આપવાની ના પાડતા એકદમ ઉશ્કેરાયેલા આરોપી સાગર ઉર્ફે ભુનીએ પેન્ટના નેફામાંથી છરી કાઢી હતી અને આરોપી ભરતભાઈએ મુકતાબેનને પકડી રાખ્યા હતા. ત્યારે સાગર ઉર્ફે ભૂંઈએ મુકતાબેનને આડેધડ છરીના ઘા મારવા લાગેલ જેમાં મુકતાબેનને હાથમાં હથેળીમાં, કોણી પાસે તથા બંને પગના સાથળમાં આડેધડ છરીથી ઈજા પહોંચાડી હતી ત્યારે મુકતાબેનની સાથે રહેલ બંને દીકરીએ રોકકળ કરી દેકારો કરતા બંને આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. ત્યારે મુકતાબેનની દીકરી દ્વારા ૧૦૮ મ ફોન કરતા પ્રથમ મોરબી બાદ વધુ સારવારમાં રાજકોટ ત્યારે બાદ ફરી તેમને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાની ફરિયાદ નોંધાવી હતી.








