કોડીનારના SEDI તાલીમ સંસ્થા અંબુજાનગર મુકામે ન્યાયાલય અને ન્યાયિક પ્રક્રિયા વિષય પર શિબિર યોજાઇ.

કોડીનારના SEDI તાલીમ સંસ્થા અંબુજાનગર મુકામે ન્યાયાલય અને ન્યાયિક પ્રક્રિયા વિષય પર શિબિર યોજાઇ.
તાલુકા કાનુની સેવા સમિતિ ,ત્રિનેત્ર ફાઉન્ડેશન, નોબલ હેન્ડ ફાઉન્ડેશન કોડીનારના સયુંકત ઉપક્રમે અંબુજાનગર મુકામે આવેલ Skill and Entrepreneurship Development Institute (SEDI) મા તાલીમાર્થીઓને કાયદો અને તેની રચના તેમજ રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ ના કર્યો. તેમજ કાયદો એટલે શું? એ વિષય પર વિસ્તૃત માગૅદશૅન આપવામાં આવ્યું.એક નાનકડી વાર્તા દ્વારા બાળકોને કાનૂની પ્રક્રિયા સમજવામાં આવી. તેમજ અદાલતની પ્રાથમિક સમજ આપવામાં આવી હતી લોક અદાલત વિશે સમજવામાં આવ્યું.તેમજ કાનૂની જાગૃતિ ના પેમ્પ્લેટ નું વિતરણ કરવામાં આવ્યું .લીગલ સુપરિટેન્ડેન્ટ શ્રી કે.એમ પરમાર ના માર્ગદર્શન હેઠળ પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા ,મોહિત દેસાઈ,તેમજ ત્રિનેત્ર ફાઉન્ડેશન સભ્ય શ્રી એક્ટર,નિર્માતા,શ્રી પ્રભાતસિંહ રાજપુત દ્વારા તાલીમ અર્થીઓને વ્યસન થી કઈ રીતે દૂર રેહવુ તેમજ તેનાથી થતાં ગેરફાયદો વિશે સમજાવ્યું હતું. તેમજ સંસ્થાનો સ્ટાફ હાજર રહ્યા હતા.