
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન મંજૂર
સુપ્રીમ કોર્ટે દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. માત્ર 5 મિનિટથી પણ ઓછા સમયમાં સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો.
લોકસભા ચૂંટણી વચ્ચે આમ આદમી પાર્ટીને મોટી રાહત મળી છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે શુક્રવારે આ નિર્ણય આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં 25મી મેના રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન છે. કેજરીવાલને વચગાળાના જામીન તો મળી ગયા છે પરંતુ સુપ્રિમ કોર્ટે 2જી જૂને હાજર થવાનો આદેશ કર્યો છે.
કોર્ટે ચૂંટણી પ્રચાર પર નથી મૂકી કોઇ રોકઃ વકીલ
મહત્વનું છે કે દિલ્હી દારૂ કૌભાંડ મામલે મની લોન્ડ્રિંગના આરોપમાં ઇડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. ત્યારે આજે સુપ્રિમ કોર્ટે 1 જૂન સુધી વચગાળાના જામીન મંજૂર કર્યા છે. આ મામલે વકીલનું નિવેદન સામે આવ્યું કે કેજરીવાલ આજે જ જેલમુક્ત થાય તેવો પ્રયત્ન છે. તેઓ ચૂંટણી પ્રચાર પણ કરી શકશે તેમ વકીલે જણાવ્યું હતું.
7મેએ શું SCએ શું કરી હતી મહત્વપૂર્ણ ટિપ્પણી ?
અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા
કેજરીવાલ સામે કોઈ કેસ નથી
ચૂંટણીના કારણે જામીન પર વિચારણા
જો ચૂંટણી ન થઈ હોત તો નિર્ણય સુરક્ષિત હોત
ચૂંટણી 5 વર્ષમાં એકવાર આવે છે
પ્રચારમાં કોઈ નુકસાન નથી.
અમે વારંવાર વચગાળાના આદેશો જાહેર કરીએ છીએ.
અમે કોઈના રાજકીય વ્યક્તિત્વની પાછળ નથી જતા.
અમે તપાસ કરી રહ્યા છીએ કે કેસ સાચો છે કે નહીં
વ્યક્તિ રાજકીય છે કે નહીં તે જોતા નથી
અમે વચગાળાના જામીન પણ આપી શકીએ છીએ.
EDએ SCમાં શું કરી હતી દલીલ ?
અરવિંદ કેજરીવાલની ધરપકડ યોગ્ય છે
કેજરીવાલે 6 મહિના સુધી સમન્સ ટાળ્યું
સીએમ હોય તો છૂટછાટો ના મળે
નેતાઓ માટે કયો અપવાદ હોવો જોઈએ?
શું ચૂંટણીમાં પ્રચાર કરવો જરૂરી છે?
કેજરીવાલ ચૂંટણી પ્રચાર નહીં કરે તો આભ તૂટી નહીં પડે.
ઇડી જામીનનો સતત વિરોધ કરી રહ્યું છે.સુપ્રિમમાં પડકારી હતી જામીન અરજી
મહત્વનું છે કે મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલની ધરપકડને પડકારતી તેમની અરજી પર કેજરીવાલે હાઈકોર્ટના એ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે, જેમાં તેમની ધરપકડને યોગ્ય ઠેરવવામાં આવી છે. આ કેસ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચ સમક્ષ છે. હાલ જામીનને લઇને સુનાવણી ચાલી રહી છે. મહત્વનું છે કે આમ આદમી પાર્ટીના સૌથી મોટા ગઢ ગણાતા દિલ્હીમાં 25 મેના રોજ મતદાન થવાનું છે.