MORBi:મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા યુવકે ચાર વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી

MORBi:મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા યુવકે ચાર વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી
મોરબીમાં વ્યાજખોરો દ્વારા વેપારી યુવકને વ્યાજે આપેલા રૂપિયા ના બદલામાં બળ બળજબરી પૂર્વક કોરા ચેકો સહી કરાવી વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હોવાની ચાર વ્યાજ ખોરો સામે ફરિયાદ નોંધાઇ
મળતી માહિતી અનુસાર મોરબીના સરદારબાગ પાછળ આવેલ સોમનાથ સોસાયટીમાં રહેતા મિહીરભાઈ પ્રવિણચંદ્રભાઈ ખંઘડીયા જાતે લોહાણા મોરબી માર્કેટયાર્ડની અંદર શ્રીનાથ એન્ટરપ્રાઈઝ નામની દુકાન ચલાવુ છું તથા મારે રાજકોટ હાઈવે રોડ પર અજંતા કંપની પાસે થીલ એન્ડ ચીલ નામની ગેમજોન અને રેસ્ટ્રોરન્ટ થી ભાગીદારી પેઢીમાં ચલાવીએ છીએ. તેમજ મારા પિતાજી જમીન મકાનની લે વેચનું કામ કરે છે.
આજથી આશરે એક વર્ષ પહેલા મારે ધંધાના કામ અર્થે પૈસાની જરૂર પડતા મેં મોરબીમાં રહેતા અને વ્યાજ વટાવનો ધંધો કરતા અમીતભાઈ દેવાભાઈ અવાડીયા રહે ધર્મસૃષ્ટી સોસાયટી બાયપાસ રોડ મોરબી મૌ.નં.૮૪૬૦૦૧૧૧૧૧ વાળા ને વાત કરેલ કે મારે ધંધાના કામ અર્થે પેસાની જરૂર છે તેમ કહેતા મને અમીતભાઈ અવાડીયાએ હા પાડેલ અને મને રોકડા રૂ ૧૫,૦૦,૦૦૦.વ્યાજે આપેલ હતા. અને મને કહેલ કે તારે મારા પૈસાનુ દર દસ દિવસએ વ્યાજ રૂ.૨.00,000 -આપવુ પડશે તેમ કહેલ જેથી મે હા પાડેલ હતી અને મારે વ્યાજ ચુકવવામાં મોડુ થતા અમીતભાઈએ મારી પાસેથી કોટક મહીંદ્રા બેંકના સહીવાળા કોરા ચેક ત્રણ બળજબરીપૂર્વક લઈ લીધેલ હતા ત્યારબાદ હું અમીતભાઈને તેના પૈસાનું દર દસ દિવસએ રૂ ૨.૦૦,000 વ્યાજ આપતો હતો મે અમીતભાઈને તેના પેસાનું આજદિન સુધી રૂ.૭૫,૦૦,000/-જેટલી રકમ વ્યાજ સહીત આપી દિધેલ હોય તેમ છતા અમીતભાઈ મારી પાસે થી વધુ રૂ. 30,00,000/- માંગે છે.અને હુ તેના પૈસા પરત ન આપુ તો મને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. અને મને અવાર નવાર ફોન કરીને મારી પાસેથી બળજબરીપુર્વક પૈસા માંગે છે અને જો હુ તેને પૈસા ન આપુ તો મને તથા મારા પરીવારને મારી નાખવાની ધમકી આપે છે અને મારા પિતાજીને પણ ફોન કરીને પૈસાની ઉઘરાણી કરવા સારૂ ધમકીઓ આપે છે. અને તેઓના પૈસાનું વ્યાજ સમયસર ચુકવી ન શકુ તો વ્યાજ પર પેનલ્ટી લગાવીને વધુ પૈસાની માંગણી કરે છે. અને આજથી આશરે ત્રણ મહીના પહેલા હુ મારી રાજકોટ હાઈવે રોડ પર આવેલ ગેમજોન દુકાન પર મારી કેટા કાર લઈને જતો હતો ત્યારે મને અમીતભાઈનો ફોન આવેલ કે તુ મારો પૈસાનું વ્યાજ ચુકવી દે નહીતર મજા નહી આવે તેમ કહીને મને ધમકી આપેલ હતી અને કહેલ કે તુ અત્યારે કથા છો તેમ કહેતા મે કહેલ હુ વિરાટ પાઉભાજી પાસે પહોચેલ છુ.તેમ કહેતા મને કહેલ કે તુ ત્યાજ ઉભો રહે હુ ત્યા આવુ છુ.અને થોડીવારમા આ અમીતભાઈ અવાડીયા મારી પાસે આવેલ અને મને ગાળો બોલવા લાગેલ અને મને ગાલ પર બે ત્રણ ફડાકા મારી લીધેલ હતા અને મારી પાસે મારા ખીસ્સામાં રોકડા રૂ.૪૫૦૦૦-પડેલ હોય તે મને વ્યાજના આપ તેમ કહીને તથા કોટક મહીંબા બેંકના ચાર ચેક સહીવાળા બળજબરીપુર્વક લઈ છીનવી લીધેલ હતા અને મને ધમકી આપેલ કે તારે હજુ મને રૂ 30.00.000- આપવાના બાકી છે તેમ કહીને મને ધમકાવેલ અને તેની ફોર વ્હીલ કારમાં બેસાડીને મારો વીડીયો ઉતારી રેકોર્ડીંગ કરી લીધેલ છે. ત્યારબાદ આ અમીતભાઈ દેવાભાઈ અવાડીયા રહે ધર્મસૂસ્ટ્રી સોસાયટી બાયપાસ રોડ મોરબી મો.નં. ૮૪૬૦૦૧૧૧૧૧ વાળા પાસેથી મે રૂ ૧૫,૦૦,૦૦૦/-લીધેલ હોય તેના મે વ્યાજ સહીત કુલ રૂ ૭૫.૦૦,૦૦૦ – ચુકવી આપેલ હોય તેમ છતા મારી પાસેથી વધુ રૂ.30,00,000/-ની માંગણી કરતા હોય અને મારા કોટક મહીબ બેંકના કુલ-૭ ચેક બળજબરીપુવર્ક લઈ લીધેલ હોય તેમ છતા મને અમીતભાઈ અવાડીયા જાનથી મારી નાખવાની ધમકીઓ આપે છે અને જેમફાવે તેમ ગાળો બોલે છે. ત્યારબાદ હું આ વ્યાજના વિષચક્ર માથી બહાર નીકળવા માટે મે આજથી દસેક માસ પહેલા શકત શનાળા ગામે રહેતા વ્યાજ વટાવ નો ધંધો કરતા દેવાભાઈ ભગવાનજીભાઈ રબારી રહે શકત શનાળા મોરબી મો.નં.૯૫૧૨૫૯૫૬૦૮ વાળા પાસેથી રૂ ૧૨,૦૦,૦૦૦/- વ્યાજે લીધેલ હતા અને તેના પૈસાનું હું દર અઠવાડીયાએ રૂ ૨.૦૦,૦૦૦-વ્યાજે ચુકવતો હતો અને દેવાભાઈ રબારીએ મારી પાસેથી તેના પૈસાની સીક્યુરીટી પેટે કોટક મહીદ્રા બેંકના ચાર ચેક મારી પાસેથી બળજબરીપુર્વક લઈ લીધેલ હતા.અને હુ તેઓના પૈસાનું વ્યાજ સમયસર ચુકવી ન શકુ તો મને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. અને મેં દેવાભાઈ રબારીને આજદીન સુધી ૫૦,૦૦,000 આપી દિધેલ છે. તેમ છતા મારી પાસેથી વધુ પેસાની માંગણી કરે છે તેમજ થોડા દિવસ બાદ દેવાભાઈ રબારી એ તેના ઓળખીતા વ્યાજ વટાવ નો ધંધો કરતા નથન ઉર્ફે નાનુભાઈ રબારી રહે શકત શનાળા તા.જી.મોરબી વાળાનો સંપર્ક કરાવેલ બને તેની પાસેથી મને વ્યાજે રૂ ૧૫,૦૦,૦૦૦ લેવડાવેલ હતા. અને હુ નયન ઉર્ફે નાનુભાઈ રબારીને દર અઠવાડીયે તેઓના પૈસાનુ રૂ.૨,૫૦,૦૦૦ વ્યાજ આપતો હતો. અને મેં નયન ઉર્ફે નાનુભાઈ રબારી રહે શકત શનાળા નાજી મોરબી વાળાને આજદીન સુધી ૫૦,૦0,000. ચુકવી આપેલ હોય તેમ છતા વધુ પૈસાની માંગણી કરે છે અને જો હુ તેઓને પૈસા ન આપુ તો મને તથા મારા પરીવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી જેમફાવે તેમ અપશબ્દો બોલે છે તેમજ આજથી ત્રણ માસ પહેલા હુ તથા મારા પાર્ટનર થશભાઈ માણેક એમ અમો બંન્ને જણા મારી માર્કેટવાડે અંદર આવેલ દુકાન પર બેઠેલ હતા ત્યારે નાનુ ઉર્ફે નયન તથા દેવાભાઈ ભગવાનજીભાઈ રબારી બેમ બંન્ને જણા દુકાન પર આવેલ અને મને કહેલ કે મારા પૈસા કેમ બાપતો નથી તેમ કહીને મારા ખીસ્સામાથી રોકડા રૂ ૨૫,૫૦૦-બળજબરીપુર્વક લઈ છીનવી લીધેલ હતા અને કોટક મહીદ્રા બેંકના કોરા ચાર ચેક સહીવાળા લઈ લીધેલ હતા. તેમજ તા.૮૫ ૨૦૨૪ ના રોજ દેવાભાઈ ભગવાનજીભાઇ રબારી તથા તેના પિતા ભગવાનજીભાઈ રબારી
રહે શકત શનાળા તા.જી.મોરબી વાળી મારા ઘરે આવેલ અને મારા પિતાજી પાસે દેવાભાઈ ભગવાનજીભાઈ રબારીખે પૈસાની ઉઘરાણી કરેલ જે મારા પિતાજી એ મને વાત કરેલ હતી જેનું રેકોડીંગ માર. પિતાજીએ કરી લીધેલ હતું અને તેમા પણ વ્યાજ ની ઉઘરાણી અને ઉચી વ્યાજની ટકાવારી ની વાતચીત કરતી હતો તેમજ મારા પિતાજી એ મને જણાવેલ કે ગઇકાલ તા. ૮/૫/૨૦૨૪ ના રોજ આશરે સાડા પાંચેક વાગ્યાના સમયે મારા
પિતાજીના મોબાઇલ મા અમિતભાઇ દેવાભાઇ અવાડીયાએ તેના મો.નં.૮૪૬૦૦૧૧૧૧૧ માથી ફોન આવેલ હતો અને મારા પિતાજી ને કહેલકે તમારે પૈસા આપવા પડશે તમારે ફરીયાદ કરવી હોય તો કરી દેજો તેમ વાત મને મારા પિતાજી કહેલ હતી તેમજ મારા પિતાજીએ કહેલ કે તા.૮ ૫ ૨૦૨૪ ના સાંજના છએક વાગ્યાના અરસમાં અમારા ઘરે અમીતભાઇ દેવાભાઇ અવાડીયા તથા તેના પિતા દેવાભાઈ અવાડીયા તથા એક અજાણ્યો માણસ આવેલ હતા અને મારા પિતાજી પાસે આ અમીતભાઇ અવાડીયા તથા દેવાભાઇ અવાડીયાએ મોટી રકમની ઉઘરાણી કરી દિવસ પાંચમાં “રૂપીયાની વ્યવસ્થા કરી આપજો નહીતર પરીણામ ભોગવવા તૈયાર રહેજો તેવી ધમકી આપેલ હતી અને અમારા ઘરે આવેલ તેના સી.સી.ટી.વી ફુટેજ અમારી પાસે છે. જે અમો રજુ કરી આપશુ જેથી આ લોકો નો હજુ અમારા ઉપર હુમલો થવાની દહેશત છે. થી મારા પિતાજી તથા ભાવીનભાઈ ખંધડીયા તથા નેઠલભાઈ કોટક્ર તથા યશભાઈ માણેક એમ અમો મોરબી સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર બનાવની ફરિયાદ અંગે તપાસ આગળ ધપાવી છે