
એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય થવા ધોરણ 12 નું 99.46 ટકા પરિણામ…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૦૯/૦૫/૨૦૨૪
નેત્રંગ તાલુકામાં આવેલ ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા સંચાલિત એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય થવાનું ધોરણ 12 નું પરિણામ 99.46 ટકા આવ્યું છે. વર્ષ 2024 માં 186 વિદ્યાર્થીઓ ઉપસ્થિત થયા હતા જેમાંથી 185 વીદ્યાર્થીઓ પાસ થયા જયારે એકમાત્ર વિદ્યાર્થી નિષ્ફળ રહ્યો છે. શાળાના 15 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનું અને સમાજનું નામ રોશન કર્યું છે. વસાવા કરીના 90.37 ટકા મેળવી શાળામાં પ્રથમ આવી છે જયારે વિજયરાવ 88.75 ટકા સાથે દ્વિતીય, ક્રિષ્ના ચૌધરી 87.37 ટકા સાથે ત્રીજા ક્રમે સ્થાન પ્રાપ્ત કર્યું છે. સંસ્થા અને શાળા સૌને અભિનંદન પાઠવે છે…
[wptube id="1252022"]