MEHSANAVIJAPUR

વિજાપુર તાલુકા માં મતદાન ના દિવસે તેમજ રીસિવિગ અને ડીસ્પેચ સેન્ટર મુકામે મેડિકલ ટીમ દ્વારા આરોગ્ય ની સેવા ઓ આપવામાં આવી

વિજાપુર તાલુકા માં મતદાન ના દિવસે તેમજ રીસિવિગ અને ડીસ્પેચ સેન્ટર મુકામે મેડિકલ ટીમ દ્વારા આરોગ્ય ની સેવા ઓ આપવામાં આવી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર વિધાનસભા 26 અને લોકસભાની ચૂંટણી માં તાલુકા આરોગ્ય તંત્ર ના સંકલન થી તાલુકાના તમામ ૨૩૯ મતદાન મથકો ઉપર આરોગ્ય ની મેડિકલ ટીમ દ્વારા ૫૨૬ વ્યક્તિ ઓ ને ઇમરજન્સી સારવાર આપવામાં આવી હતી. સાથે સાથે હિટ વેવ ના કેસ ન બને તેના અગમચેતી ના ભાગરૂપે કુલ ૩૩૭ ઓ આર એસ પેકેટ નું પ્રવાહી બનાવી ને પીવડાવવામાં આવ્યું હતુ.તેમજ બી એસ કે વાહન દ્રારા નિઃશુલ્ક દિવ્યાંગ મતદારો તેમજ વયોવૃદ્ધ અને અશક્ત મતદારો ને ધરેથી લાવીને વ્હીલચેર મારફતે મતદાન કેન્દ્ર સુધી પહોંચાડી ને કુલ ૩૬૪ મતદારો ને મતદાન કરાવ્યું હતુ અને પરત તેમના ઘરે પહોચાડવામાં આવ્યા.ચૂંટણી કામ માં રોકાયેલ ત્રણ અધિકારી અને કર્મચારી તેમજ મતદાતા ની તબિયત બગડતાં વધુ સારવાર અર્થે .સી એચ સી કુકરવાડા .. પી એચ સી લાડોલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે .અને એસ ડી એચ વિજાપુર મુકામે ..મોકલવામાં આવ્યા હતા. બી એસ કન્યા લાડોલ મુકામે પ્રિસાઇન્દિંગ ઓફિસર પટેલ રાજેન્દ્રકુમાર નેમચંદ ભાઈ ને વધુ સારવાર અર્થે વાઇબ્રન્ટ હોસ્પિટલ ..મહેસાણા મુકામે એમ્બ્યુલન્સ દ્વારા રીફર કરવામાં આવ્યા હતા હાલ રિફર કરાયેલ તમામ દદીઓ ની તબિયત સારી છે.આ તમામ આરોગ્ય ટીમનું સુચારુ સંચાલન તાલુકા હેલ્થ ઓફિસર ડો ચેતન પ્રજાપતિ તેમજ તાલુકા હેલ્થ સુપર વાઇઝર..વિજાપુર દ્વારા કરવામાં આવ્યું…આ કામગીરી આરોગ્ય વિભાગ ના અધિકારી કર્મચારી તેમજ આશા બહેનો દ્વારા કરવામાં આવ્યું હતુ

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button