
MORBI:મોરબી જીલ્લામાં મતદાન સરેરાશ ૬૨.૭૯ ટકા મતદાન નોંધાયું
મોરબી જીલ્લામાં મતદારોએ સવારથી ઉત્સાહભેર મતદાન કર્યું હતું જોકે બપોર પડતા આકરા તાપને કારણે મતદાનમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો છતાં છેલ્લી કલાકમાં સારું મતદાન થતા જીલ્લામાં અંદાજે સરેરાશ ૬૨.૭૯ ટકા જેટલું મતદાન નોંધાયું છે

મોરબી જીલ્લામાં સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધીમાં મોરબી વિધાનસભા વિસ્તામાં ૬૩.૦૮ ટકા પુરુષ મતદારો અને ૫૩.૦૮ ટકા મતદારો અને ૩૭.૫૦ અન્ય મતદારોએ મતદાન કરતા ૫૮.૨૬ ટકા મતદાન નોંધાયું હતું જયારે ટંકારા વિધાનસભા વિસ્તારમાં ૭૦.૬૯ ટકા પુરુષ મતદારો અને ૬૦.૭૬ ટકા સ્ત્રી મતદારોએ મતદાન કરતા કુલ ૬૫.૮૮ ટકા મતદાન નોંધાયું છે જયારે વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં ૬૯.૧૫ ટકા પુરુષ અને ૫૯.૮૯ ટકા સ્ત્રી મતદારો તેમજ અન્ય મતદારોએ ૧૦૦ ટકા મતદાન કરતા ૬૪.૬૭ ટકા મતદાન નોંધાયું હતું અને મોરબી જીલ્લામાં સરેરાશ ૬૨.૭૯ ટકા મતદાન નોંધાયું છે જોકે આ ટેનટેટીવ આંકડાઓ છે અને ફાઈનલ ફિગર મોડી રાત્રીના સ્પષ્ટ થશે








