GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBi:મોરબી મતદાન મથક પરની વ્યવસ્થાઓથી પ્રભાવિત થતા મતદારશ્રી સતિષભાઈ ભેંસદડિયા

MORBi:મોરબી મતદાન મથક પરની વ્યવસ્થાઓથી પ્રભાવિત થતા મતદારશ્રી સતિષભાઈ ભેંસદડિયા

*મતદાન મથકો પર માર્કિંગ, કલર કોડીંગ, વર્ગના વર્ગ ક્રમાંક, પાણી, આરોગ્ય, મતદાર સહાયતા કેન્દ્ર સહિતની આનુષંગિક

ગુજરાત રાજ્યની સાથે આજે મોરબી જિલ્લામાં પણ લોકસભાની ચૂંટણી અન્વયે મતદાન યોજાઇ રહ્યું છે. મોરબી જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કુલદીપસિંહ વાળા તેમજ સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથકો પર મતદારો માટે અનેક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.
મોરબીના મતદાન મથક ખાતે મતદાન કરી ડો. સતિષભાઈ ભેંસદડિયા જણાવે છે કે, લોકસભાની ચૂંટણીના પર્વની ઉજવણી માટે આજે અમે મતદાન કર્યું છે. લોકોને વધુને વધુ અપીલ કરું છું કે આ લોકશાહીના પર્વમાં અવશ્ય જોડાય. મતદાન મથક પર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખૂબ સારી તૈયારીઓ મતદાન મથક પર કરવામાં આવી છે. મતદાન મથક પર પહોંચવા માટે નીચે કરેલા માર્કિંગ, કલર કોડીંગ, વર્ગના વર્ગ ક્રમાંક સહિત વ્યવસ્થાઓ સારી રીતે ઉભી કરવામાં આવી છે જેથી કોઈ અજાણી વ્યક્તિ અથવા પહેલીવાર મતદાન કરવામાં આવતી વ્યક્તિને તમામ સૂચનો તરત જ સમજાઈ જાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથકો પર મતદારોને કોઈ અગવડ ન પડે તે માટે વિવિધ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. પાણી આરોગ્ય મતદાર સહાયતા કેન્દ્ર તેમજ અન્ય આનુસંગિક વ્યવસ્થાઓથી મતદારોને કોઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button