DEVBHOOMI DWARKADWARKA
દેવભૂમિ દ્વારકાની મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ
મરજીવાઓએ શિવરાજપુર દરિયાના પેટાળમાં જઈ આપ્યો અચૂક મતદાનનો સંદેશ

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મતદારો આવતીકાલ તા.7 મે ના રોજ વધુમાં વધુ મતદાન કરે તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી જી.ટી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના અનેક પ્રેરક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.ચૂંટણી તંત્ર દ્વારા રંગોળી, બાઇક રેલી, વોકેથોન, ચુનાવ પાઠશાળા, રન ફોર વોટ, શેરી નાટક સહિતની અનેકવિધ પ્રવૃતિઓ હાથ ધરી મતદારોને અચૂક મતદાન કરવાની પ્રેરણા પુરી પાડી છે.
ત્યારે ફરી આજે આવી જ એક વિશેષ પહેલના ભાગરૂપે શિવરાજપુર ખાતે મધ દરિયે પહોંચી મરજીવાઓએ લોકો અચૂક મતદાન કરે તેવો સંદેશો જિલ્લા ચૂંટણી તંત્રના માધ્યમથી આપ્યો છે.દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી તંત્રએ મતદાન જાગૃતિ અંગેની આ પ્રકારની ઉદાહરણરૂપ કામગીરી કરવાની સાથે મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ કરી છે.
[wptube id="1252022"]