MORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારા ના બંગાવડી સિંચાઈ યોજનામાંથી ગેરકાયદે પાણીનો ઉપાડ કરાતા હોવાથી લેખિતમાં તંત્રને રજૂઆત

TANKARA:ટંકારા ના બંગાવડી સિંચાઈ યોજનામાંથી ગેરકાયદે પાણીનો ઉપાડ કરાતા હોવાથી લેખિતમાં તંત્રને રજૂઆત
હર્ષદરાય કંસારા ટંકારા: રસનાળ તથા ટીમડી ગ્રામ પંચાયત દ્વારા બંગાવડી સિંચાઇ યોજના માંથી ગેરકાયદેસર પાણીની પાઇપલાઇન તથા ગેરકાયદેસર પાણીનો ઉપાડ કરવામાં આવે છે તે અંગે સંબંધિત તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે

રજૂઆતમાં જોડિયા તાલુકાના રસનાળ તથા ટીમડી ગામના ખેડૂતોને બંગાવડી યોજનાની કેનાલમાં કપાત જમીન આવે છે .આ ખાતેદાર ખેડૂતો દ્વારા બંગાવડી ડેમમાંથી ગેરકાયદેસર રીતે પાણીની પાઇપલાઇન અને ગેરકાયદેસર રીતે વીજ જોડાણ કરી આ ડેમમાંથી પાણીનો ઉપાડ કરતા હોય છે. કપાત થયેલ જમીન વાળા ખેડૂત ખાતેદારોને ગેરકાયદેસર પાણી મળે છે. પરિણામે ટીમડી તથા રસનાળ ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરતું મળતું નથી તો આ ગેરકાયદેસર પાણીનો ઉપાડ બંધ કરવા રજૂઆત કરી છે
[wptube id="1252022"]