TANKARA:મતદાન જાગૃતિ અંતર્ગત ટંકારાના ભૂત કોટડા પ્રાથમિક શાળામાં 6 થી 8 ફૂટની મહા રંગોળી બનાવવામાં આવી

TANKARA:મતદાન જાગૃતિ અંતર્ગત ટંકારાના ભૂત કોટડા પ્રાથમિક શાળામાં 6 થી 8 ફૂટની મહા રંગોળી બનાવવામાં આવી

મતદાન ને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વધુને વધુ મતદાન થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.મતદાન જાગૃતિ અંતર્ગત આજરોજ ભૂત કોટડા પ્રાથમિક શાળામાં 6 થી 8 ફૂટની મહા રંગોળી બનાવવામાં આવી. આ રંગોળી માં પર્ણ, ઘઉં, ચોખા, દાળ, ફુલ તેમજ ચોકલેટ નો ઉપયોગ કરવામાં આવ્યો.આ રંગોળી શિક્ષિકા બહેન ગીતાબેન સાંચલા તેમજ બી.એલ.ઓ. શિક્ષક કલ્પેશભાઈ ધોરી ના માર્ગદર્શન હેઠળ ધોરણ 6 થી 8 ના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી.જેમાં ” મતદાન એ જ પવિત્ર દાન ” સ્લોગન લખવામાં આવ્યું છે.

શાળા ના આચાર્ય શ્રી હસમુખભાઈ પરમાર, કલ્પેશભાઈ પરમાર, સોઢીયાભાઈ અને શીતલબેન રાવલ ના સાથ સહકાર દ્વારા મતદાન કરવું એ દરેક નાગરિક ની ફરજ છે એ જાગૃતિ આવે એ માટે આ મહા રંગોળી નું આયોજન કરવામાં આવ્યું.









