MORBI:મોરબીના લાતી પ્લોટમાંથી ચોરાઉ બાઇક સાથે ઇસમ ઝડપાયો
મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે ચોરીના મોટરસાયકલ સાથે લાતી પ્લોટમાંથી એક શખ્સને ઝડપી પાડી તેની સામે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એ ડિવિઝન પોલીસને બાતમી મળેલ કે લાતીપ્લોટ શેરીનં.ર મા ચોરાઉ બાઇક છે. ત્યા જતા અબ્બાસભાઇ અલ્લારખાભાઇ દલવાણી રહે.લાલપર લીંબાળાની ધાર તા.વાંકાનેરવાળો મોટર સાયકલ સાથે મળી આવતા મોટરસાયકલના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા સદરહુ મોટરસાયકલ મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરી કર્યાનું જણાતા આરોપીને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
[wptube id="1252022"]








