
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
આગામી તા.૦૭ મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. મતદાનના દિવસે સંપૂર્ણ મતદાન થાય અને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીની રાહબારી હેઠળ સ્વીપ ટીમ દ્વારા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત કલ્યાણપુર તાલુકાના રાવલમાં મારૂતિનગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અંગેની રેલી યોજી અચૂક મતદાનનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો.

[wptube id="1252022"]








