દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રંગોળી થકી મતદાન જાગૃતિનો સંદેશો
અવસર લોકશાહીનો, Power of One Vote સહિતના સ્લોગનો થકી મતદાન જાગૃતિનો સંદેશો પાઠવાયો

માહિતી બ્યુરો:દેવભૂમિ દ્વારકા
આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્રી જી.ટી.પંડ્યાની રાહબરી હેઠળ લોકશાહીના મહાપર્વમાં જનજનને ઉત્સાહપૂર્વક જોડવા માટે અનેકવિધ જનજાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મતદાર શિક્ષણ, મતદાર જાગૃતિ અને મતદાર સાક્ષરતાને પ્રોત્સાહન આપવા માટે અમલી કાર્યક્રમ ‘સ્વીપ’ એટલે કે સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાની કલેકટર કચેરી, બી.આર.સી ભવન ભાણવડ, તાલુકા પંચાયત કચેરી ભાણવડ તેમજ તાલુકા સેવા સદન કલ્યાણપુર તથા, પ્રાંત કચેરી ખંભાળિયા, મામલતદાર કચેરી ખંભાળિયા સહિતની કચેરીઓ ખાતે નાગરિકોને ‘Power of One Vote, Vote For Better India, અવસર લોકશાહીનો, छोड़ो अपने सारे काम, पहले चलो करे मतदान ના સૂત્રોની રંગોળી બનાવી મતદાન જાગૃતિનો સંદેશો પાઠવવામાં આવી રહ્યો છે.









