
MORBI:મોરબીના ફડસર ગામ નજીકથી બાઈકની ચોરી

મોરબી તાલુકાના ફડસર ગામ અને જીંજુડા ગામ વચ્ચે રોડ ઉપર આવેલ ખેતરમાં જવાના માર્ગ પાસે પાર્ક કરેલ હીરોહોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી. નં.જીજે-૩૬-કે-૦૭૨૧ ગત તા.૨૯/૦૪ના રોજ કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી કરી લઇ ગયા હોય જેથી મોટર સાયકલના માલીક નીક્સનભાઇ લક્ષ્મણભાઇ માખેલા ઉવ-૨૮ ધંધો-ખેતી રહે.જામદુધઇ ગામ,તા. જોડીયા જી.જામનગર વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં મોટર સ્ટેકલ ચોરી અંગેની ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી ચોરીમાં ગયેલ મોટર સાયકલને શોધવા અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
[wptube id="1252022"]








