GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર જૂની અદાવતમાં ખાર રાખી પાડોશીના ઘર ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો.

WAKANER:વાંકાનેર જૂની અદાવતમાં ખાર રાખી પાડોશીના ઘર ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો.

વાંકાનેરના ભોજપરા વિસ્તારમાં વાદી વસાહતમાં બાજુબાજુમાં રહેતા પાડોશીઓ વચ્ચે અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખી પાડોશમાં રહેતા ચાર શખ્સો દ્વારા પાડોશીના ઘર ઉપર પથ્થમારો કરવામાં આવ્યો હતો ત્યારે પથ્થર મારવાની ના પાડવા ઘરની બહાર આવેલ પાડોસીને આંખના ભાગે પથ્થર વાગતા આંખ ફૂટી જતા ભોગ બનનારે ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી અનુસાર વાંકાનેરન ભોજપરા વિસ્તારમાં વાદી વસાહતમાં રહેતા જાલમનાથ બાકનાથ બાંભણીયા ઉવ. ૨૮ એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપીઓ રોબળનાથ સુરમનાથ પરમાર, રૂમાલનાથ સુરમાનાથ પરમાર, બહાદુરનાથ સુરમનાથ પરમાર તથા જોગનાથ કાળુનાથ પરમાર રહે. તમામ વાદી વસાહત ભોજપરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે પાડોશમાં રહેતા ચારેય આરોપીઓએ જુની અદાવતનો ખાર રાખી ફરીયાદી જાલમનાથના ઘર પર તથા શેરીમાં પથ્થરોના છુટા ઘા કરતા હોય ત્યારે ફરીયાદી જાલમનાથ પોતાના ઘર બહાર નીકળી ચારે આરોપીઓને પથ્થરો ના ઘા કરવાની ના પાડતા આરોપીઓએ તેમની વાત નહી માની જાલમનાથને ગાળો આપી વધુ પથ્થરોના છુટા ઘા કરવા લાગ્યા હતા. ત્યારે આરોપી રોબળનાથ સુરમનાથ પરમારે પોતાના હાથમાં રહેલ પથ્થરનો છુટો ઘા કરતા જાલમનાથને આંખમાં પથ્થર વાગતા તેમની આંખનો ડોળો ફુટી જતા ગંભીર ઇજાઓ પહોચાડયાની ફરિયાદ નોંધાવતા વાંકનેર પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button