MORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરમાં વાદી વસાહતમાં બે પરિવાર વચ્ચે બબાલ 

WAKANER:વાંકાનેરમાં વાદી વસાહતમાં બે પરિવાર વચ્ચે બબાલ

વાંકાનેરના ભોજપરા ગામમાં આવેલ વાદી વસાહતમાં રહેતા બે પરિવારોમાં દીકરીના અરસ પરસ લગ્ન કરવા બાબતે જૂનો ઝઘડો ચાલતો હોય જે ઝઘડાનો ખાર રાખી ભોગ બનનારના મોપેડ પાછળ બોલેરો વાહન ભગાડી લાકડી, લોખંડના પાઇપ વડે માર મારતા સાતેય આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી અનુસાર વાંકાનેરના ભોજપરા ગામમાં વાદી વસાહતમાં રહેતા ખોડુનાથ ગોરખનાથ ભાઠી ઉવ.૩૧ એ વાંકાનેર સીટી પોલીસમાં સાત આરોપીઓ મોડનાથ મીલ્ખાનાથ બાંભાણીયા, કીશનનાથ ઉર્ફે કાળુનાથ બબાનાથ બાંભાણીયા, જોગનાથ કાશનાથ બાંભાણીયા, શાહરૂખનાથ બાકનાથ બાંભાણીયા, શાયરનાથ હજુરનાથ બાંભાણીયા, હજુરનાથ ઢેબનાથ બાંભાણીયા, ચેતનનાથ મીલ્ખાનાથ બાંભાણીયા રહે બધા વાદી વસાહત ભોજપરા તા વાંકાનેર જી .મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ખોડુંનાથ ભાઠીના ગામમાં બાંભાણીયા પરીવાર અને પરમાર પરીવાર વચ્ચે દીકરીની લેતી દેતી બાબતે ધણા સમયથી ઝધડો ચાલતો હોય અને ખોડુંનાથ ભાઠી પરમાર પરીવારનો જમાઈ હોય અને ભોજપરા ગામમા જ રહેતો હોય જે વાતનો ખાર રાખી આરોપી નં (૧) થી (૭) નાઓએ તેની બોલેરો પીકઅપ ગાડીમાં આવી ખોડુંનાથના એક્ટીવા પાછળ બોલેરો ગાડી કરતા તેઓ ઉભા રહી જતા આરોપીઓ પોતાના હાથમાં લાકડી, લોખંડના પાઇપ જેવા હથિયાર સાથે બોલેરો ગાડીમાંથી ઉતરી ખોડુંનાથને હાથમાં, પગમાં તથા માથામાં આડેધડ માર મારી ઈજાગ્રસ્ત કાર્ય હતા. ત્યારે ખોડુંનાથને બેભાન હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં હોસ્પિટલેથી સાતેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા વાંકાનેર સીટી પોલીસે સાતેય આરોપીઓની અટકાયતની તજવીજ હાથ ધરી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button