GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની ઓમ હોસ્પિટલમાં સ્કીન અને બાળકોના વિભાગમાં મતદારો માટે ૭ મી મેના રોજ ફ્રી કન્સલ્ટેશન

લોકશાહીના પર્વ અન્વયે મતદાન જાગૃતિમાં પણ ડોક્ટર્સ અગ્રેસર; વિવિધ પ્રયાસો હાથ ધર્ય

MORBI:મોરબીની ઓમ હોસ્પિટલમાં સ્કીન અને બાળકોના વિભાગમાં મતદારો માટે ૭ મી મેના રોજ ફ્રી કન્સલ્ટેશન

ડોક્ટરને ઈશ્વરનું બીજું રૂપ ગણવામાં આવે છે. ત્યારે મોરબી જિલ્લા સહિત વિવિઘ સ્થળોએ ડોક્ટર્સ લોકશાહીના પર્વમાં પણ આગળ આવી લોકોને જાગૃત કરવા માટે વિવિઘ પ્રયાસ કરી રહ્યા છે.

મતદાન જાગૃતિની કામગીરી અંતર્ગત મોરબીની ઓમ સ્કીન અને બાળકોની હોસ્પિટલ ખાતે મતદારો માટે ૭ મેના રોજ ફ્રી કન્સલ્ટેશન રાખવામાં આવ્યું છે. આ બાબતે ઓમ હોસ્પિટલના ડોક્ટરશ્રી ચિરાગ જેતપરિયાએ જણાવ્યું હતું કે, લોકશાહીનો મહાપર્વ એટલે કે લોકસભાની ચૂંટણી આગામી ૭ મે ના રોજ યોજાનાર છે. જે અંતર્ગત મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.બી. ઝવેરી તેમજ સમગ્ર ચૂંટણી તંત્રની ટીમ દ્વારા મતદાન જાગૃતિ માટેની સરાહનીહ કામગીરી કરવામાં આવી રહી છે. તેમાંથી પ્રેરણા લઈને અમે પણ અમારી હોસ્પિટલમાં જે પણ કોઈ વ્યક્તિ મતદાન કરીને આવશે તેમને તેમજ તેમના બાળકો અને પરિવારને બાળકો અને ચામડીના વિભાગમાં ફ્રી કન્સલ્ટેશન કરી આપવામાં આવશે.

ઉપરાંત અમારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબી બ્રાન્ચ હેઠળ સંકળાયેલા ડોક્ટર દ્વારા પણ છેલ્લા ૧૦ દિવસથી જે કોઈપણ દર્દી આવે તેમના કેસ પેપર ઉપર મતદાન જાગૃતિ અંગે નો સ્ટેમ્પ લગાવી મતદાન જાગૃતિ માટે સંદેશ પાઠવવાના પ્રયાસ કરી રહ્યા છીએ. મતદાન એ આપણો અધિકાર છે જેથી ભૂલ્યા વિના જરૂરથી મતદાન કરવું જોઈએ. આપણું મોરબી ૧૦૦ ટકા મતદાન સાથે સમગ્ર ભારતમાં પ્રથમ નંબરે આવે તેવી અમે આશા રાખીએ છીએ.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button