GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક સગાઇ જે યુવતી સાથે તૂટી ગયી હતી તેની સાથે અન્ય યુવકે લગ્ન કર્યાનો ખાર રાખી પાઇપ વડે હુમલો

MORBI:મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક સગાઇ જે યુવતી સાથે તૂટી ગયી હતી તેની સાથે અન્ય યુવકે લગ્ન કર્યાનો ખાર રાખી પાઇપ વડે હુમલો કરાયો

મોરબી:અગાઉ જે યુવતી સાથે સગાઇ થઇ હતી તે સગાઇ કોઈ કારણોસર તૂટી ગયી હતી. ત્યારે તે યુવતી સાથે અન્ય બીજા યુવકે લગ્ન કર્યા હતા જે બાબતનો ખાર રાખી મોરબી-માળીયા નેશનલ હાઇવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામ પાસે લગ્ન કરનાર યુવકને લોખંડના પાઇપથી માથાના ભાગે તથા હાથમાં આડેધડ માર મારી કચ્છના સાણવા ગામે રહેતા યુવકને ફ્રેકચર જેવી ઈજાઓ પહોંચાડનાર આરોપી શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર કચ્છ જીલ્લાના સાણવા ગામે રબારીવાસમાં રહેતા મોમાયાભાઈ ભગવાનભાઇ રબારીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી સાજણભાઇ નારણભાઇ રબારી રહે.હાલ મોરબી મૂળ રહે.ભટુકીયા ગામ જીલ્લો કચ્છ-ભુજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે મોમાયાભાઈના લગ્ન આજ થી બે મહિના પહેલા સાણવા બાજુમાં આવેલ મેવાસા ગામનાં વીરાબેન રબારી સાથે થયેલ હતા, બીજીબાજુ મોમાયાભાઈના પત્ની વીરાબેનની સગાઇ આજ થી છ વર્ષ પહેલા આરોપી સાજણભાઈ નારણભાઈ રબારી સાથે તૂટી ગયેલ હતી જે બાબતનો ખાર રાખી ગઈ તા.૨૮ એપ્રિલ ૨૦૨૪નાં રોજ બપોરના સાડા ત્રણ વાગ્યાની આસપાસ મોરબી-માળીયા નેશનલ હાઈવે રોડ ઉપર લક્ષ્મીનગર ગામનાં બસસ્ટેન્ડની બાજુમાં આવેલ લક્ષ્મી પ્લાઝા કોમ્પ્લેક્ષની બહાર શેરડીનાં રસ વાળાની કેબીન પાસે આરોપી સાજણભાઈએ પાછળથી મોમાયાભાઈના માથાનાં ભાગે પાઈપ મારતા તેઓ પડી ગયા હતા ત્યારે આરોપી સાજણભાઈએ જમણા હાથમાં ત્રણ-ચાર પાઈપના ઘા મારીને મોમાયાભાઈને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. જે હુમલામાં મોમાયાભાઈને જમણા હાથના ભાગે ફેકચર તેમજ માથાના ભાગે ટાકા આવ્યાની ઈજાઓ પહોંચી હતી. ત્યારે સમગ્ર બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button